Last Updated on by Sampurna Samachar
ભાજપના સાંસદ સતીશ ગૌતમે રેલ્વે સ્ટેશનનુ નામ બદલવા કરી માંગ
દાઉદ ખાંનો કોઈ ઈતિહાસ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના અલીગઢ લોકસભાના ભાજપના સાંસદ સતીશ ગૌતમે અલીગઢના દાઉદ ખાં રેલ્વે સ્ટેનનું નામ બદલવાની માંગ કરી છે. તેમણે દાઉદ ખાં રેલ્વે સ્ટેશનનું નામ મહારાણા પ્રતાપ રેલ્વે સ્ટેશન રાખવાની માંગ કરી છે અને એક પત્ર લખીને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવીને અપીલ કરી છે. દાઉદ ઈબ્રાહિમ ડોન માફિયા છે. તે ૧૯૭૦ માં મુંબઈમાં ડી-કંપની નામથી પોતાની ગેંગ ચલાવતો હતો. ઈબ્રાહીમ હત્યા, વસૂલખોરી, ડ્રગ્સ, ચોરી અને આતંકવાદ સહિત ઘણા કેસમાં વોન્ટેડ આરોપી જાહેર કરાયો છે.
મોદી સરકાર અને યોગી સરકાર દ્વારા ઉત્તર પ્રદેશમાં મુઘલ શાશકોના નામ બદલીને તેની જગ્યાએ હીંદુ શાસકોના નામ રાખવાનો સિલસોલો હજી શરૂ છે. જુલાઈ ૨૦૨૩માં જ ત્રણ શહેરોના નામ બદલામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના અહમદ નગરનું નામ બદલીને હવે અહલ્યાબાઈ હોલ્કરના નામ પર અહલ્યા નગર કરી દેવાયું છે. આ પહેલા ઔરંગાબાદને છત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદને ધારાશિવ નગર કરી દેવામાં આવ્યું હતું.
દાઉદે દેશમાં ઘણા આતંકવાદી હુમલાઓ કર્યા
ઉત્તર પ્રદેશના અલીગઢ લોકસભાના ભાજપના સાંસદ સતીશ ગૌતમે ભાજપના સાંસદ સતીષ ગૌતમને અલીગઢ દાઉદ ખાં રેલ્વે સ્ટોશનનું નામ બદલીને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવીને મહારાણા પ્રતાપ રાખવાની પત્ર લખીને માંગ કરી છે. તેમણે આ અંતર્ગત પત્રમાં જણાવ્યું હતું કે અલીગઢમાં દાઉદ ખાં નામનું એક રેલ્વે સ્ટેશન છે. દાઉદ ખાંનો કોઈ ઈતિહાસ નથી. જોકે દાઉદ એક એવું નામ છે જે આતંકવાદ સાથે જોડાયેલું છે. આ દાઉદે દેશમાં ઘણા આતંકવાદી હુમલાઓ કર્યા છે અને અનેકોના જીવ લીધા છે.