Last Updated on by Sampurna Samachar
હરિઓમ વાલ્મીકીના પરિવારને મળ્યા કોંગી નેતા રાહુલ ગાંધી
રાહુલે સંવેદના વ્યક્ત કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં હરિઓમ વાલ્મીકીના પરિવાર સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ, તેમણે આરોપ લગાવ્યો કે, તેમના પરિવારના સભ્યોને તેમના ઘરમાંથી નીકળવા દેવામાં આવતા નથી અને તેમને ડરાવવામાં આવી રહ્યા છે. સરકાર ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
જણાવી દઈએ કે, મૃતકના પરિવાર સાથેની મુલાકાત દરમિયાન, રાહુલે સંવેદના વ્યક્ત કરી હતી. આ અગાઉ, હરિઓમના નાના ભાઈએ રાહુલને મળવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, “અમે સરકારથી સંતુષ્ટ છીએ. કોઈ પણ નેતાએ રાજકારણ રમવા આવવું જોઈએ નહીં.” તેમની મુલાકાતનો વિરોધ કરતા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા.
ઘરની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી
પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, “થોડા દિવસ પહેલા એક દલિત અધિકારીએ આત્મહત્યા કરી હતી. હું ત્યાં ગયો હતો અને આજે હું અહીં આવ્યો છું. પરિવારે ગુનો કર્યો નથી. પરંતુ તેમને તેમના ઘરમાં બંધ કરી દેવામાં આવ્યા છે અને તેમને ડરાવવામાં આવી રહ્યા છે. તેઓ ફક્ત ન્યાયની માંગ કરી રહ્યા છે.” તેમણે વધુમાં કહ્યું કે, “તેમની પુત્રીને ઓપરેશનની જરૂર છે, પરંતુ તેમને જવા દેવામાં આવી રહ્યા નથી. સરકારે તેમને કેદ કરી દીધા છે. દેશભરમાં દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે.”
રાજ્ય સરકાર પાસેથી ન્યાયની માંગ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “હું મુખ્યમંત્રી (યોગી આદિત્યનાથ) ને કહેવા માંગુ છું કે, તેમને ન્યાય અપાવો. ગુનેગારો સામે કાર્યવાહી થવી જોઈએ. મુખ્યમંત્રીએ ગુનેગારોને રક્ષણ ન આપવું જોઈએ. પરિવારે મારી સાથે વાત કરી છે. સરકારી અધિકારીઓએ તેમને ધમકી આપી અને કપ્યું કે, વીડિયો પર કહો કે થી મળવું. હું આજે અહીં આવ્યો અને તેમની સાથે વાત કરી અને તેમના દુ:ખ અને વેદના સાંભળી હતી. અમે સરકારમાં નથી, પરંતુ અમે શક્ય તેટલી મદદ ચોક્કસ કરીશું.”
આ દરમિયાન, રાહુલ ગાંધીએ હરિઓમના પૈતૃક ઘરે મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. પીડિત પરિવારના સભ્ય ચૌધરી ભક્ત દાસે જણાવ્યું કે, રાહુલ હાલમાં પીડિત પરિવાર સાથે વાત કરી રહ્યા છે. હરિઓમના ઘરની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાહુલ હરિઓમના ઘરે પહોંચે તે પહેલાં જ મૃતકના ભાઈએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, “અમે સરકારથી સંતુષ્ટ છીએ. કોઈ પણ નેતા અહીં રાજકારણ રમવા ન આવે.” વધુમાં, હરિઓમના ઘર તરફ જતા રસ્તા પર રાહુલ ગાંધી વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. પોસ્ટરોમાં લખ્યું હતું કે, “પીડાનો ફાયદો ન ઉઠાવો, પાછા જાઓ.” જોકે, કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ વિવેક નંદ પાઠકે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર અને યુપી સરકારના દબાણ હેઠળ આવું નિવેદન આપવામાં આવ્યું હતું.