Last Updated on by Sampurna Samachar
નશાકારક કોડીન સિરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ
આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કાગડાપીઠ વિસ્તારમાં ANTF ની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

શહેરમાં નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સતત કાર્યરત છે. કાગડાપીઠ વિસ્તારમાં છદ્ગ્હ્લની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.
કોડીન સિરપની ૭૦ બોટલો મળી
ANTFને ચોક્કસ બાતમી મળી હતી કે કાગડાપીઠ વિસ્તારમાં નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે કરવામાં આવેલી તપાસમાં પોલીસને કોડીન સિરપની ૭૦ બોટલો મળી આવી હતી.
આ કફ સિરપનો ઉપયોગ નશા તરીકે કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે સ્થળ પરથી આરોપી આમિન શેખની ધરપકડ કરી છે અને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપી આમિન શેખ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વધુ એક આરોપીનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આ ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.