પંજાબમાં વધુ એક યુટ્યુબર પર પાકિસ્તાની જાસૂસીનો આરોપ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

જસબીર સિંહ આતંકવાદી સમર્થિત જાસૂસી નેટવર્કનો ભાગ

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે હતો સંપર્ક

(સંપૂર્ણ સમાચાર સેવા)

જ્યોતિ મલ્હોત્રા બાદ, પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે વધુ એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જ્યોતિ મલ્હોત્રાના ફ્રેન્ડ, પંજાબના યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ કરી છે. જસબીર ‘જાન મહલ‘ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને જાસૂસી કરવાનો આરોપ છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, જસબીર પાકિસ્તાની ગુપ્તચર અધિકારી શાકિર ઉર્ફે જટ્ટ રંધાવા, હરિયાણાના યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાની હાઇ કમિશનમાંથી કાઢી મૂકવામાં આવેલા અધિકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં હતો. જેમાંથી જ્યોતિ મલ્હોત્રાની પહેલાથી જ ધરપકડ કરવામાં આવી છે અને હાલ જસબીર પણ પકડાયો છે.

ટેકનિકલ ડેટાની સંપૂર્ણ તપાસથી થશે ખૂલાસા

રિપોર્ટ અનુસાર, પંજાબ પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, જસબીર સિંહ આતંકવાદી સમર્થિત જાસૂસી નેટવર્કનો ભાગ છે. તેણે પાકિસ્તાની હાઇ કમિશનના દાનિશના કહેવાથી ૨૦૨૪ માં દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશન ખાતે આયોજિત એક પાકિસ્તાન રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં, તે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ અને કેટલાક વ્લોગર્સને મળ્યો હતો જેઓ ગુપ્તચર પ્રવૃત્તિઓમાં સામેલ હતા.

તપાસમાં એ પણ ખૂલ્યું છે કે, જસબીર ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૪માં ત્રણ વખત પાકિસ્તાન ગયો હતો, અને તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણો (મોબાઈલ-ફોન, લેપટોપ)માં ઘણા પાકિસ્તાની નંબર મળી આવ્યા છે. હવે ફોનમાંથી મળેલા તમામ ડેટાની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. પોલીસને આશા છે કે, ફોરેન્સિક તપાસમાં વધુ માહિતી જાણવા મળશે.

કોણ છે જાસૂસ જસબીર?મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુટ્યુબર જસબીર સિંહ પંજાબના રૂપનગર જિલ્લાના મહલાન ગામનો રહેવાસી છે. જે “જાન મહેલ” નામના યુટ્યુબ ચેનલ ચલાવે છે. હાલ આ ચેનલને ૧૧ લાખથી વધુ લોકોએ સબ્સ્ક્રાઇબ કરેલી છે. નોંધનીય છે કે, જાસૂસીના આરોપમાં પકડાયેલી હરિયાણાની જ્યોતિ મલ્હોત્રા પણ એક યુટ્યુબર છે, જેથી જસબીરનો યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સાથે પણ ગાઢ સંપર્ક હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુટ્યુબર જસબીર સિંહ પંજાબના રૂપનગર જિલ્લાના મહલાન ગામનો રહેવાસી છે. જે “જાન મહેલ” નામના યુટ્યુબ ચેનલ ચલાવે છે. હાલ આ ચેનલને ૧૧ લાખથી વધુ લોકોએ સબ્સ્ક્રાઇબ કરેલી છે. નોંધનીય છે કે, જાસૂસીના આરોપમાં પકડાયેલી હરિયાણાની જ્યોતિ મલ્હોત્રા પણ એક યુટ્યુબર છે, જેથી જસબીરનો યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સાથે પણ ગાઢ સંપર્ક હતો.

જસબીરની જેમ જ જ્યોતિ મલ્હોત્રાએ પણ પાકિસ્તાનના દાનિશ સાથે સંપર્કમાં હતી. જેથી આ મામલે જ્યોતિની ધરપકડ થયા પછી, જસબીરે પણ તેના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાનીઓ સાથેના મેસેજાે ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની સતર્કતાએ તેનો પર્દાફાશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યોતિના ઉપકરણમાંથી ૧૨ ટેરાબાઈટ ડેટા મળી આવ્યો હતો, જેમાં તેની ચેટ સાથેના નાણાકીય વ્યવહારોના પુરાવા હતા.

ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના તણાવ અને ઓપરેશન સિંદૂર બાદ ભારતીય ગુપ્તચર એજન્સીઓ જાસૂસી નેટવર્ક પર ચાંપતી નજર રાખી રહી છે. જ્યોતિ અને જસબીરનો કેસ એ વાતનો પુરાવો છે. જેમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓએ સોશિયલ મીડિયા અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ભારતમાં બનાવેલા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પંજાબ પોલીસે કહ્યું કે, જસબીરના ફોનમાં રહેલા ટેકનિકલ ડેટાની સંપૂર્ણ તપાસથી વધુ ખુલાસા થઈ શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.