Last Updated on by Sampurna Samachar
સરકારી કાર અને ઈલેક્ટ્રિક સ્કૂટર વચ્ચે જોરદાર ટક્કર થઈ
સ્કૂટર પર સવાર સગીરા રોડ પર પટકાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ફરી એક વખત માર્ગ અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે . ગાંધીનગરમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા છ-૫ સર્કલ પાસે એક સરકારી કાર અને ઈલેક્ટ્રિક સ્કૂટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે ઈ-સ્કૂટર પર એક સગીરા પાછળના ભાગે બેઠેલી હતી. સરકારી કાર સાથેની ટક્કરને કારણે સ્કૂટર પર સવાર સગીરા રોડ પર પટકાઈ હતી, જેના કારણે તેને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ અચાનક થયેલા આ અકસ્માતથી સગીરા અને ચાલક ગભરાઈ ગયા હતા.
વાહનોની વધતી સ્પીડના કારણે જ અકસ્માતોની સંખ્યામાં વધારો
ઈજાગ્રસ્ત સગીરાને તાત્કાલિક અસરથી સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તબીબો દ્વારા તેની પ્રાથમિક સારવાર હાથ ધરવામાં આવી છે.
પોલીસે અકસ્માતનો ભોગ બનેલા વાહનોને સાઈડમાં ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. પાટનગરના પહોળા રસ્તાઓ પર વધતા વાહનોની સ્પીડને કારણે આવા અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.