Last Updated on by Sampurna Samachar
CEO જેક લશ મેકક્રમ ટીમમાંથી થયા અલગ
ચેન્નાઈ સુપર કિંગ્સે સેમસનમાં ઊંડો રસ દાખવ્યો હોવાના અહેવાલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાન રોયલ્સને એક બાદ એક દિગ્ગજો છોડી રહ્યા છે. સંજુ સેમસનના ટીમ છોડવાના સમાચાર વચ્ચે કોચ રાહુલ દ્રવિડે રાજીનામું આપ્યું હતું અને હવે વધુ એક દિગ્ગજે ટીમનો સાથ છોડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ટીમના CEO જેક લશ મેકક્રમ પણ ટીમથી અલગ થઈ ગયા છે. આ મોટા ફેરફારોથી ટીમની આગામી IPL સીઝન પહેલા સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. તો સેમસનનો મામલો હજુ ઉકેલાયો નથી.
આ બધું ત્યારે શરૂ થયું જ્યારે મીડિયામાં અહેવાલો આવ્યા કે સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સને આઈપીએલ ૨૦૨૬ સીઝન માટે તેને મુક્ત કરવા અથવા ટ્રેડ કરવા માંગે છે. જ્યારે આ અફવાઓએ વેગ પકડ્યો, ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે સેમસનમાં ઊંડો રસ દાખવ્યો હોવાના અહેવાલો પણ આવ્યા.
ઓક્ટોબર સુધીમાં તેમની ભૂમિકામાંથી મુક્ત કરાશે
જોકે, મામલો ઠંડોમાં પડ્યો તો દ્રવિડે થોડા દિવસો પછી ટીમ છોડી દીધી. રોયલ્સ દ્વારા આ જાહેરાત જાહેરમાં કરવામાં આવી. માર્કેટિંગ હેડ દ્વિજેન્દ્ર પરાશર ગઈ IPL સીઝન પછી ટીમથી અલગ થઈ ગયા હતા. હવે CEO જેક લશ મેકક્રમે પણ ટીમ સાથે સંબંધો તોડી નાખ્યા છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, મેકક્રમે અન્ય IPL ફ્રેન્ચાઇઝીઓ અને ઉદ્યોગના સાથીદારોને તેમના ર્નિણય વિશે જાણ કરી છે. મેકક્રમ રોયલ્સમાં જુનિયર ભૂમિકામાં જોડાયા, પછી ઓપરેશન્સ વિભાગમાં ગયા અને ૨૦૨૧ સુધીમાં માત્ર ૨૮ વર્ષની ઉંમરે CEO બન્યા. અહેવાલમાં જણાવાયું છે કે તેમને ઓક્ટોબર સુધીમાં તેમની ભૂમિકામાંથી મુક્ત કરવામાં આવશે.