Last Updated on by Sampurna Samachar
જાણીતા જ્વેલર્સ શોરુમના કર્મચારીએ ગ્રાહક સગીરાને ફસાવી
VHP ના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠાના હિંમતનગરમાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હિંમતનગરના એક જાણીતા જ્વેલર્સ શોરુમના કર્મચારીએ ગ્રાહક સગીરાને ફસાવીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. સમગ્ર મામલે પરિવારે હિંમતનગર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે ત્રણ યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, હિંમતનગરના જાણીતા જ્વેલર્સ શોરૂમના કર્મચારીએ ઘરેણાં ખરીદી કરવા આવેલા પરિવારની સગીર દીકરી પાસે ફીડબેક ફોર્મ ભરાવ્યું હતું. આમ, ફીડબેક ફોર્મમાં લખેલા મોબાઈલ નંબર અને ઈમેઈલ, સરનામું મેળવી આરોપીએ સગીરાને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.
પરિવારે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરી
આ પછી જ્વેલર્સના કર્મચારી સગીરાને જાળમાં ફસાવાનો પ્રયાસ કરીને ધનીક પરિવાર પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ ઉપરાંત, આરોપીએ ફોટા એડિટ કરીને અને વાઈરલ કરી સગીરાને બદનામ કરવાની ધમકીઓ આપી પૈસા માંગ્યા હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે સગીરાએ પરિવારને જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેને લઈને પોલીસે છટકું ગોઠવીને આરટીઓ બાયપાસ રોડ પરથી આરોપીને ઝડપી પાડ્યા હતા. લવજેહાદમાં ફસાવવાનો પ્રયાસ કરી ખંડણી માંગતા યુવકોને ઝડપી લેવાયા હતા.
સમગ્ર બનાવમાં પોલીસે ત્રણ યુવક સામે ગુનો નોંધી, ધરપકડ બાદ જેલને હવાલે કર્યા છે. જાણીતા જ્વેલર્સ સામે સંડોવણી અને કર્મચારીઓની વિગતો સહિતની તમામ જાણકારીઓ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ આ મામલાને કડક કાર્યવાહીની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
આરોપીના નામ
– મોહમ્મદ શાહિદ સરદાર મોહમ્મદ શેખ, (રહે.સરાડા, ઉદયપુર, રાજસ્થાન)
– મોહમ્મદ શોહેલ મોહમ્મદ સલીમ મકરાણી, (રહે. મદની સોસાયટી, આરટીઓ સર્કલ, હિંમતનગર)
– મનિષ ગઢવી, (રહે.આણંદ)