Last Updated on by Sampurna Samachar
ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
એક્ટિવા , રીક્ષા અને અન્ય કારને ટક્કર મારી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ફરીથી એક કાર અકસ્માત સર્જાયો હતો. શહેરના નારણપુરામાં પૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં આવી રહેલા કાર ચાલકે એકટીવા ચાલક અને અન્ય વાહનોને ટક્કર મારી હતી.જેના કારણે એકટીવા ચાલક એકટીવા પરથી નીચે પટકાયો હતો.આ અકસ્માતના ફૂટેજ પણ સામે આવ્યા છે.ટ્રાફિક પોલીસ આ અંગે તપાસ શરૂ કરી છે.

નારણપુરાના ભાવિન ચાર રસ્તા ખાતે પૂર ઝડપે એક કાર રોંગ સાઈડમાં આવી રહી હતી.કાર ચાલકે ચાર રસ્તા પાસે પહોંચતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.જેના કારણે ચાર રસ્તા પર એક્ટિવા રીક્ષા અને અન્ય કારને ટક્કર મારી હતી. આ ટક્કર વાગતા એકટીવા ચાલક એકટીવા પરથી નીચે પછડાયો હતો,જ્યારે રિક્ષાને ટક્કર વાગતા રીક્ષાની દિશા પણ બદલાઈ ગઈ હતી.
અકસ્માતમાં મોટી જાનહાની થઈ નથી
સમગ્ર અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પૂર ઝડપે આવી રહેલા કાર ચાલક દેખાઈ રહ્યો છે.સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાની થઈ નથી. અકસ્માત અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.