Last Updated on by Sampurna Samachar
૧૦ ઉપપ્રમુખ, ૪ મહામંત્રી અને ૧૦ મંત્રી જાહેર
આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવા નવા માળખાની સત્તાવાર જાહેરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી છે. જાહેરાત મુજબ એક નવી ટીમમાં જ્ઞાતિગત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંતુલિત અભિગમ અપનાવવામાં આવ્યો છે. જગદીશ વિશ્વકર્માની આ નવી ટીમમાં ૧૦ ઉપપ્રમુખ, ૪ મહામંત્રી અને ૧૦ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સંગઠનને વેગ આપવા માટે મહામંત્રી તરીકે અનુભવી ચહેરાઓને સ્થાન મળ્યું છે. જેમાં કચ્છ જિલ્લાના નેતા અનિરુદ્ધ દવે, રાજકોટથી યુવા નેતૃત્વ ડો. પ્રશાંત કોરાટ, ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ અજય બ્રહ્મભટ્ટ અને સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠકના નેતા હિતેન્દ્રસિંહ ચૌહાણનો સમાવેશ કરાયો છે.
પાર્ટીના વરિષ્ઠ અને જનાધાર ધરાવતા નેતાઓની પસંદગી કરી
પ્રદેશ ઉપપ્રમુખ તરીકે પાર્ટીના વરિષ્ઠ અને જનાધાર ધરાવતા નેતાઓની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદના સિનિયર નેતા ભરત પંડ્યા અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર નો સમાવેશ કર્યો છે. આ સિવાય પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુક, રાજેન્દ્રસિંહ ચુડાસમા, અને નટુજી ઠાકોરને જવાબદારી સોંપાઈ છે. જ્યારે મહિલા નેતૃત્વ તરીકે પૂર્વ ધારાસભ્ય જંખના પટેલને પણ સ્થાન મળ્યું છે.
કોષાધ્યક્ષ તરીકે ડો. પરિન્દુ ભગત, મુખ્ય પ્રવક્તા તરીકે ડો. અનિલ પટેલ, મીડિયા ઇન્ચાર્જ તરીકે ડો. પ્રશાંત વાળા અને કાર્યાલય મંત્રી તરીકે શ્રીનાથભાઈ શાહનો સમાવેશ કરાયો છે.સંગઠનને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વિવિધ મોરચાના પ્રમુખોની પણ જાહેરાત કરાઈ છે. જેમાં યુવા મોરચો તરીકે હેમાંગ જોશી (વડોદરા), એસટી મોરચોમાં ગણપત વસાવા (પૂર્વ મંત્રી), કિસાન/મહિલા/ અલ્પસંખ્યક તરીકે અન્ય સંતુલિત નિમણૂકો કરાઈ છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવી ટીમ પાછળ મુખ્યત્વે બે હેતુ છે. સંગઠનાત્મક મજબૂતી અને આગામી ચૂંટણીઓ માટેની તૈયારી. જગદીશ વિશ્વકર્માએ પોતાની ટીમમાં જૂના જોગીઓનો અનુભવ અને નવા યુવા નેતાઓનો ઉત્સાહ બંનેને સ્થાન આપીને ગુજરાતમાં ભાજપની પકડ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.
નવી નિમણૂક પામેલા તમામ પદાધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની જવાબદારી સંભાળી લેવા અને સંગઠનના કાર્યોમાં જોતરાઈ જવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં આ નવી ટીમ ગુજરાતના રાજકીય ફલક પર કેવી અસર છોડે છે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે.
આતંકી ઠેકાણાઓનો નાશ: પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો મુજબ, ભારતે પાકિસ્તાન અને ર્ઁત્નદ્ભમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના ૯ મુખ્ય આતંકી લોન્ચપેડનો નાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં ૧૦૦ થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા.
મોસ્ટ વોન્ટેડ આતંકીઓનો સફાયો: એક જ રાતમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રઉફ અને મુદાસિર અહેમદ જેવા હાઈ-પ્રોફાઈલ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ આતંકીઓ હાઈજેક અને પુલવામા બ્લાસ્ટ સાથે સંકળાયેલા હતા.
ચોકસાઈપૂર્વક મિસાઈલ હુમલા: ભારતે ૯ આતંકી ઠેકાણાઓ પર સચોટ મિસાઈલ હુમલા કર્યા હતા. તેમાંથી ૪ પાકિસ્તાનમાં (બહાવલપુર અને મુરિદકે સહિત) અને ૫ મુઝફ્ફરાબાદ અને કોટલી જેવા વિસ્તારોમાં આવેલા હતા.