Last Updated on by Sampurna Samachar
મુંબઈ-હૈદરાબાદમાં રિલાયન્સ પાવરના ૧૦થી ૧૨ ઠેકાણે EDના દરોડા
EDની અંદાજે ૧૫ ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં ફરી એકવાર મોટો વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED દ્વારા શુક્રવારે તેમની ગ્રૂપ કંપની રિલાયન્સ પાવર લિમિટેડ સામે મની લોન્ડરિંગ કેસ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રવર્તન નિદેશાલય EDદ્વારા શુક્રવારે અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ પાવર લિમિટેડ વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે મુંબઈ અને હૈદરાબાદમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન (દરોડા) હાથ ધરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, આ બંને શહેરોમાં કંપની અને તેના વરિષ્ઠ અધિકારીઓ સાથે જાેડાયેલા આશરે ૧૦-૧૨ સ્થળો પર તપાસ ચાલી રહી છે.
અંદાજે ૧૫ ટીમો દ્વારા કરાઈ કાર્યવાહી
સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની અંદાજે ૧૫ ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસ કથિત બૅંક છેતરપિંડી સાથે જાેડાયેલો હોવાનું માનવામાં આવે છે, જેમાં અનિલ અંબાણીની ઘણી કંપનીઓની નાણાકીય લેવડદેવડ અને મની લોન્ડરિંગ અંગે ED લાંબા સમયથી તપાસ કરી રહી છે.
આ દરોડાએ અનિલ અંબાણીની આર્થિક અને સામાજિક પ્રતિષ્ઠા પર વધુ એક મોટો ફટકો માર્યો છે.રિલાયન્સ ગ્રૂપ પહેલેથી જ વિવિધ નાણાકીય મુશ્કેલીઓ અને દેવાના બોજ નીચે દબાયેલું છે. ઈડ્ઢ દ્વારા શરૂ કરવામાં આવેલી આ તાજેતરની તપાસથી રિલાયન્સ પાવરના શેરમાં પણ ઘટાડો જાેવા મળી શકે છે.