Last Updated on by Sampurna Samachar
એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયા બાદ દુર્ઘટના સર્જાઇ
દુર્ઘટનામાં ૪૯ મુસાફરોના મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયાનું એક પેસેન્જર પ્લેન લાપતા થઈ ગયું હતું, જે ગુમ થયેલા વિમાનને લઇ નવા સમાચાર સામે આવ્યા છે. જેમાં આ ૪૯ સવાર લોકોનુ વિમાન ક્રેશ થયુ હતું. દુર્ઘટનાને કારણે વિમાનમાં સવાર તમામ ૪૯ લોકોના મોત થયા છે.
અંગારા એરલાયન્સની ફ્લાઇટ ચીનની સરહદ નજીક આવેલા અમૂર વિસ્તારના ટિંડા શહેર તરફ જઈ રહી હતી. પરંતુ વચ્ચે તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો. હવે રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે પ્લેનનો કાટમાળ મળ્યો છે.
વિમાન ક્રેશમાં બધાના મોત થયા
મળતા રિપોર્ટ પ્રમાણે રશિયાનું પેસેન્જર પ્લેન ટિંડા એરપોર્ટ પર લેન્ડિંગના પ્રયાસમાં હતું, પરંતુ તેનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો. તો બીજા પ્રયાસ માટે આકાશમાં ચક્કર લગાવી રહ્યું હતું અને ત્યારબાદ લાપતા થઈ ગયું. સ્થાનીક ગવર્નર વાસિલી ઓરવોલે કહ્યુ કે શરૂઆતી આંકડા અનુસાર વિમાનમાં પાંચ બાળકો સહિત ૪૩ યાત્રી અને છ ક્રૂ સભ્યો સવાર હતા. વિમાન ક્રેશ બાધ બધાના મોત થયા છે.
ટિંડા એરપોર્ટના અધિકારીઓએ કહ્યું છે કે પાયલોટ બીજી વખત લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેની ભૂલ અંગે કંઈ કરી શકાય નહીં. અંગારા એરલાઇન્સનું આ વિમાન અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું.
પ્રાદેશિક કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયાના થોડીવાર પછી, બચાવ ટીમે વિમાન દુર્ઘટના અંગે શંકા વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે આ વિમાન બ્લાગોવેશેન્સ્કથી ટિંડા વચ્ચે લગભગ ૫૭૦ કિમીની ઉડાન ભરી રહ્યું હતું. વિમાનમાં છ ક્રૂ સભ્યો અને ૪૩ અન્ય મુસાફરો સવાર હતા. વિમાને તેની સામાન્ય ઉડાન શરૂ કરી હતી, પરંતુ અચાનક તેનો ATC (એર ટ્રાફિક કંટ્રોલ) સાથેનો સંપર્ક તૂટી ગયો.
ATC સાથે સંપર્ક તૂટી ગયા પછી, વિમાનમાંથી કોઈ માહિતી મળી રહી ન હતી. આ પછી, વિમાનના રડાર પર પણ તેની સ્થિતિ દેખાતી ન હતી. કટોકટી સેવાઓ અનુસાર, વિમાન તેના ગંતવ્ય સ્થાનથી ઘણા કિલોમીટર પહેલા રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. આ ઘટનાએ શોધ અને બચાવ કામગીરીને પડકારજનક બનાવી દીધી છે.
જે વિસ્તારમાં આ અકસ્માત થયો તે મુખ્યત્વે બોરિયલ જંગલ (તાઈગા) થી ઘેરાયેલો છે. આ ગાઢ જંગલો અને દુર્ગમ વિસ્તારો છે, જે બચાવ કામગીરીને ખૂબ મુશ્કેલ બનાવી રહ્યા છે. હેલિકોપ્ટર અને અન્ય કટોકટી સાધનોનો ઉપયોગ કરીને આ વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે બચાવમાં વિલંબ થઈ રહ્યો છે.