Last Updated on by Sampurna Samachar
મા અને પુત્ર વચ્ચે થઈ હતી તકરાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક મહિલાએ પોતાના પુત્રના અભદ્ર વ્યવહારથી પરેશાન થઈને છેવટે તેની હત્યા કરી દીધી હોવાની ઘટના બની છે. મહિલાએ તીક્ષ્ણ હથિયારથી પોતાના પુત્ર પર ઘા કર્યા હતા, જેના કારણે તેનું મોત થયું હતું. ત્યાર પછી મહિલાએ પોલીસથી બચવા માટે સંબંધોની મદદ લઈને પુત્રના મૃતદેહને કાપીને પાંચ ટુકડા કરી નાખ્યા હતા. મૃતદેહના ટુકડાઓને ત્રણ બોરીઓમાં ભરીને પાસેના જ કુમ્બમ ગામની નકલાગંડી નહેરમાં ફેંકી દીધો છે.

આ ચકચારી ઘટના વિશે પ્રકાશમ જિલ્લાના પોલીસ અધિકારી એ.આર.દમોદરે જણાવ્યું કે મહિલા લક્ષ્મી દેવી પોતાના પુત્રના અભદ્ર અને અનુચિત વ્યવહારને લીધે ખૂબ પરેશાન રહેતી હતી. તેના પુત્રના લગ્ન થયા ન હતા અને એ સફાઇ કર્મી તરીકે કામ કરતો હતો. જ્યાં મહિલાએ તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી દીધી હતી.
આરંભની તપાસમાં જાણવા મળ્યું કે લક્ષ્મી દેવીની સાથે તેના અન્ય સંબંધીઓએ પણ હત્યામાં તેને મદદ કરી હતી. પોલીસ મુજબ મૃતક પ્રસાદે બેંગલુરુ, ખમ્મમ અને હૈદરાબાદમાં પોતાની માસી અને અન્ય સંબંધીઓ સાથે દુષ્કર્મની કોશિશ કરી હતી. એ પકડાઈ ગયો તો મા અને પુત્ર વચ્ચે તકરાર થઈ હતી. ત્યાર પછી તેણે હૈદરાબાદ અને નરસારાવ પેટામાં કથિત રીતે પોતાની માસી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ ઘટનાઓથી પરેશાન થઈને માતાએ પોતાના પુત્રની હત્યા કરી દીધી હતી. આ મામલામાં તમામ આરોપીઓ ફરાર છે, અને તમામ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.