શિયાળામાં કોઈ પણ જગ્યાએ સરીસૃપ ઘૂસી આવતા હોવાથી સતર્કતા રાખવી જરૂરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
શિયાળામાં સાપ જેવા સરિસૃપ ઘરમાં ઘુસી જવાના બનાવો બનતા હોય છે. ત્યારે આણંદ પાસે આવેલ વલ્લભવિદ્યાનગર ભાઈકાકા સ્ટેચ્યુ પાસેથી એકટીવાની હેડલાઈટમાં છુપાઈને બેઠેલા સાડાત્રણ ફૂટ (૩.૫) લાંબા નાગ ઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કરમસદ બંસરી પાર્ક સોસાયટી પાછળ રહેતા યામિત માછીએ એકટીવા સ્ટાર્ટ કરતા તેનું ધ્યાન સાપ પર ગયું હતું. ત્યારે સાપ એકટીવાની હેડલાઈટમાં હતો.
આ અંગે ની જાણ તેણે નેચર હેલ્પ ફાઉન્ડેશને કરી હતી ત્યારબાદ નેચરલ ફાઉન્ડેશનના વોલેએન્ટિયર ધર્મેન્દ્ર પરમાર અને આકાશ ભોઈ સ્થળ પર જઈ સાપને એકટીવાની હેડલાઈટ માંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને સુરક્ષિત કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો. નેચરલ ફાઉન્ડેશનના ધર્મેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે શિયાળા દરમિયાન બુટ-ચંપલના સ્ટેન્ડ કે ઘરની અન્ય ચીજ વસ્તુઓમાં આવી રીતે સરીસૃપ ઘૂસી આવતા હોવાથી સતર્કતા રાખવી જરૂરી છે.
આ બાબતથી કોઈએ ડરી જવાની પણ જરૂર નથી. આપણા ગુજરાતમાં જાેવા મળતા મુખ્ય ચાર ઝેરી સાપ પૈકીનો આ એક ઝેરી સાપ છે. કાળાશ પડતાં ભૂખરા કે બદામી રંગનો આ સાપ હોય છે. આ સાપ જ્યારે છંછેડાય ત્યારે પોતાના શરીરનો આગળનો ભાગ અધ્ધર કરી ગાળાની પાંસળીઓ ફેલાવે છે, જેને આપણે ફેણ ચડાવી પણ કહીએ છીએ. જે આ સાપની ઓળખની મુખ્ય નિશાની છે. નાગનું ઝેર ન્યુરોટોકસિક અસરો ધરાવતું હોય છે. જો યોગ્ય સારવાર ન મળે તો મનુષ્ય માટે તે ઘાતક નીવડે છે.