Last Updated on by Sampurna Samachar
ઉમરેઠ પોલીસે 21 વર્ષના યુવકની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
થોડા દિવસો પહેલા આણંદમાં દુષ્કર્મનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં આણંદના ઉમરેઠમાં એક ૨૧ વર્ષનો યુવક ૧૮ વર્ષની છોકરીને એમ કહીને ઘરે લઈ ગયો કે તેની માતા તેને બોલાવી રહી છે. જે બાદ તેણે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું.
આ કિસ્સામાં બંને વચ્ચે ત્રણ મહિના પહેલાં જ પરિચય થયો હતો. આ સમગ્ર ઘટના અંગે યુવતીએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉમરેઠ પોલીસે ઉમરેઠથી જ આરોપી પાર્થ રાવલની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી અને યુવતી ૩ મહિના પહેલા મળ્યા હતા. પછી છોકરીના વિશ્વાસનો લાભ લઈને યુવકે દુષ્કર્મ ગુજાર્યુ હતું .
આ ઘટનાને લઈને નાગરિકોમાં રોષ છે. રાજ્યમાં વારંવાર બનતી ઘટનાઓને કારણે લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. લોકોએ એવી પણ માંગ કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આવું ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ.