Last Updated on by Sampurna Samachar
સાયબર સ્કેમર્સની લાલચમાં આવી ગયા રિટાયર્ડ બેંક મેનેજર
લલચામણી ઓફરોની લાલચમાં ક્યારેય ન આવશો , વૃદ્ધે કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
આજના આધુનિક સમયમાં સાયબર ઠગાઈ એ એક મોટી અને ગંભીર સમસ્યા બની ગઈ છે. સાયબર ઠગો દરરોજ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ઠગો અવનવી રીતે લોકો સાથે ઠગાઈ કરે છે અને તેમની જીવનભરની કમાણી પડાવી લે છે. હવે તાજેતરમાં અલીગઢના દિનેશ શર્માના નામના વ્યક્તિ સાયબર ઠગીનો શિકાર બન્યા છે.

વિક્ટિમ દિનેશ શર્મા પંજાબ નેશનલ બેંકમાં ડેપ્યુટી જનરલ મેનેજરના પદ પરથી રિટાયર્ડ થઈ ચૂક્યા છે. તેઓ સાયબર ઠગોથી સારી રીતે વાકેફ છે. તેમ છતાં તેઓ સાયબર ઠગી શિકાર બન્યા અને પોતાના જીવનભરની કમાણી ગુમાવી દીધી.
ગત વર્ષ ૨ નવેમ્બરથી થઈ હતી ઠગાઇની શરૂઆત
હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિક્ટિમનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેઓ પોલીસની પ્રેસ કોન્ફરન્સમાં હાજર છે. તેમણે જણાવ્યું કે, કેવી રીતે સાયબર ઠગોએ તેમનો પોતાનો શિકાર બનાવ્યો અને બેન્ક ખાતું ખાલી કરી દીધું. આ સાથે જ તેમણે સાયબર સેફ્ટી અંગે ૩ જરૂરી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. ચાલો આ અંગે વિગતવાર જાણીએ.
સાયબર ઠગાઈની શરૂઆત ગત વર્ષ ૨ નવેમ્બરથી થઈ હતી. વિક્ટિમે જણાવ્યું કે, શરૂઆતમાં સાયબર ઠગોને મેસેજ આવ્યો, જેમાં તેમણે ૩૦-૪૦% પ્રોફિટ કમાવાનો વાયદો કર્યો, જેમાં મને ખબર પડી ગઈ કે, આવું ન થઈ શકે અને આ સાયબર ઠગી છે.
ત્યારબાદ સાયબર ઠગોએ વૃદ્ધને એક વોટ્સએપ ગ્રુપમાં સામેલ કર્યા, જ્યાં ઘણા લોકો પોતાનો પ્રોફિટ શેર કરી રહ્યા હતા. શરૂઆતમાં આરોપીઓએ તેમના પર નાની રકમનું રોકાણ કરવા દબાણ કર્યું. ત્યારબાદ વિક્ટિમ વૃદ્ધે શરૂઆતમાં ૫ હજાર રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું. ત્યારબાદ તેમણે જોયું કે, મોટો પ્રોફિટ થઈ રહ્યો છે, જેને એક વર્ચ્યુઅલ એપ દ્વારા દેખાડવામાં આવ્યું હતું.
મોટો પ્રોફિટ જોઈને લાલચમાં આવીને વૃદ્ધે પોતાના જીવનભરની કમાણી ૧.૧૦ કરોડ ગુમાવી દીધી. ત્યારબાદ તરત જ વિક્ટિમ પાસેથી ૩ કરોડની માંગ કરવામાં આવી. વિક્ટિમે આ વાત પોતાની ફેમિલી સાથે શેર કરી અને કહ્યું કે હવે તેઓ ૩ કરોડની માગ કરી રહ્યા છે.
વિક્ટિમ વૃદ્ધે કહ્યું કે, આ પહેલી વાર હતું જ્યારે મેં મારી ફેમિલી સાથે આ અંગે વાત કરી અને ત્યાંથી જ ખબર પડી કે, આ સાયબર ફ્રોડ છે. વૃદ્ધે તાત્કાલિક સાયબર સેલમાં સંપર્ક કર્યો અનો પોતાની ફરિયાદ નોંધાવી. ત્યારબાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો અનુભવ શેર કર્યો અને જણાવ્યું કે, સેફ્ટી માટે કઈ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
વિક્ટિમ વૃદ્ધે જણાવ્યું કે, હું સામાન્ય લોકોને ૩ સેફ્ટી ટિપ્સ જણાવવા માગીશ. પ્રથમ તો એ કે, તમારા પરિવારથી ક્યારેય કંઈપણ ન છુપાવશો. બીજું આ લલચામણી ઓફરોની લાલચમાં ક્યારેય ન આવશો. ત્રીજું અને સૌથી અગત્યનું જો તમે સાયબર ઠગીનો શિકાર બન્યા છો, તો તાત્કાલિક પોલીસ સાયબર સેલનો સંપર્ક કરો અને ફરિયાદ નોંધાવો.