Last Updated on by Sampurna Samachar
સરખેજ પોલીસે હત્યાના આરોપીઓનું કર્યુ રી-કન્સ્ટ્રક્શન
હુમલાખોરોએ આશિષના પરિવારજનો અને સબંધીઓ પર આડેધડ ઘા ઝીંક્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના સરખેજ પોલીસે હત્યાના આરોપીઓનું કર્યુ રી-કન્સ્ટ્રક્શન અને સરખેજ પોલીસે ૫ આરોપીની કરી ધરપકડ, બે દિવસ પહેલા થયેલ હત્યામાં રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આ કેસમાં અન્ય એક સગીર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે, અગાઉની અદાવતમાં કરાઈ હતી હત્યા.

આશિષ ઠાકોર અને સંજય ઠાકોરની પત્ની વચ્ચે છેલ્લા ૨ વર્ષથી આડા સંબંધો ચાલતા હતા. બે માસ પહેલા આ વાતની જાણ થતા સંજય અને તેના પરિવારે આશિષને માર માર્યો હતો અને ત્યારબાદ સમાધાન થયું હતુ, ૧૭ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે આશિષે સંજયની પત્નીને લઈને પોતાના ફોટો સાથે વોટ્સએપ પર એક બીભત્સ સ્ટેટસ મૂક્યું હતું.
હથિયારો સાથે હુમલો કર્યો
આ સ્ટેટસ હટાવવા માટે સંજય અને મહેશ ઉર્ફે રાજુ ભાભરે અનેકવાર ચેતવણી આપી, પણ આશિષે સ્ટેટસ હટાવ્યું નહીં અને આ વાત ને લઇ ને આરોપીઓ આશિષ ઠાકોરના ઘર બહાર આવી ગયા હતા હથિયારો સાથે હુમલો કર્યો હતો.ઉશ્કેરાયેલા ૬ શખ્સો હથિયારો સાથે આશિષના ઘર બહાર ત્રાટક્યા હતા.
જીવ બચાવવા આશિષ ઘરમાં છુપાઈ ગયો, પરંતુ હુમલાખોરોએ આશિષના પરિવારજનો અને સબંધીઓ પર આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં આશિષના સબંધી ભાઈ ગોવિંદ ઠાકોરને છરીના ઘા વાગતા તેમનું મોત થયું હતું, જ્યારે નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.