Last Updated on by Sampurna Samachar
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
પોલીસે આ ઘટનાંનો ગુનો નોંધ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં બાળકી ઉપર સળગતા ચૂલા પર પડી હતી અને ઉકળતા પાણી તેની પર પડતાં દાઝી ગઈ હતી. સારવાર માટે બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, ડૉક્ટર દ્વારા સંપૂર્ણ સારવાર કરી પણ બાળકી ખરાબ રીતે દાઝી ગઈ હોવાથી તેનું મૃત્યુ થયું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર વડોદરાના સમા વિસ્તારમાં ગરમ પાણીથી દાઝતા બાળકીના મોતની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. એક તરફ બાળકી રમી રહી હતી અને બીજી તરફ ચૂલા પર પાણી ગરમ થઈ રહ્યું હતુ અને માતા-પિતા કામ કરી રહ્યાં હતા અને બાળકી ગરમ પાણીના ચૂલા પર પડી અને ઉકળેલું પાણી તેના પર પડતા તે દાઝી ગઈ હતી, સારવાર દરમિયાન ૪ વર્ષની બાળકીનું મોત થયું છે અને ડોકટરે પણ સંપૂર્ણ સારવાર કરી હતી પણ બાળકી દાઝી ગઈ હોવાથી તેને બચવાની શકયતા પણ ઓછી હતી.
માતા–પિતા માટે આ ઘટનાં એક શીખ બરાબર
આ કિસ્સા પરથી માતા-પિતા પણ શીખ લે કે, જયારે બાળક ક્યાંય પણ રમતું હોય તો તેની સાથે ઉભા રહો. બાળક રમતું હોય ત્યારે તેનાં પર નજર રાખવામાં ખામી થાય તો નુક્સાન માતા પિતાનું જ છે, કારણ કે એક વાર નજર હટે તો પણ મોટો અકસ્માત સર્જાઇ શકે છે.
ત્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો છે અને પોર્સમોટમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, મૂળ પંચમહાલનો બારીયા પરિવાર વડોદરામાં વસવાટ કરે. પોલીસ દ્વારા આ ઘટનાંને અકસ્માતે ગુનો નોંધવામાં આવ્યો છે.