Last Updated on by Sampurna Samachar
Contents
સુરતના કતારગામમાં સાવકા પિતાએ દીકરી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ
માતાએ નરાધમ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ અને પોલીસે આરોપીની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતને કલંકિત કરતી ઘટના સામે આવી છે જેમાં સાવકા પિતાએ દીકરી સાથે આચર્યુ દુષ્કર્મ અને ૧૪ વર્ષની દીકરી સાથે જ કરી બળજબરી અને પેટમાં દુખાવો થતા સમગ્ર હકીકત બહાર આવી છે, માતાએ નરાધમ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે, કતારગામ પોલીસે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી છે.

સુરતના કતારગામમાં સાવકા પિતાએ દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ છે, દીકરીને પેટમાં દુખાવો ઉપડતા સમગ્ર ઘટના સામે આવી અને તેના પિતાએ તેની સાથે આવું કર્યુ તેવી વાત દીકરીએ માતાને વર્ણવી હતી અને મામલો સામે આવ્યો, માતાએ સમગ્ર ઘટના પોલીસને કહી હતી અને પોલીસે તપાસ કરી હતી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી, બાળકીના અલગ-અલગ મેડિકલ રીપોર્ટ પણ નીકાળવામાં આવ્યા છે અને પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે.