Last Updated on by Sampurna Samachar
રોંગ સાઇડમાં આવતી કારે સાયકલ સવાર વૃદ્ધને ઉલાળ્યા
ટક્કર એટલી પ્રચંડ હતી કે સાયકલ સવાર હવામાં ફંગોળાયા હતા અને ત્યારબાદ કાર રોડ પરના ડિવાઈડરપર ચડી ગઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિવાળીપુરા વિસ્તારમાં ગતરોજ એક અકસ્માત સર્જાયો છે, જેમાં એક બેફામ કાર ચાલકે નિર્દોષ સાયકલસવારને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાળીપુરા રોડ પર પસાર થતી એક કારના ચાલકે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીપોતાની કાર રોંગ સાઈડમાં હંકારી હતી.

પૂરપાટ ઝડપે ખોટી દિશામાં આવી રહેલી આ કારે સામેથી પોતાનીસાયકલ પર જઈ રહેલા એક આધેડ વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે સાયકલસવાર હવામાં ફંગોળાયા હતા અને ત્યારબાદ કાર રોડ પરના ડિવાઈડર પર ચડી ગઈ હતી.
લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા
આ અકસ્માતમાં સાયકલ સવાર આધેડને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાઅનુસાર, કારની સ્પીડ એટલી વધારે હતી કે સાયકલનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનારકારને કબજે કરી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલકની ગંભીરલાપરવાહી અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે.
શહેરમાં વધી રહેલા આવા અકસ્માતોને કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવું પડે છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારારોંગ સાઈડ વાહન ચલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.