તસ્કરોએ દાગીના અને રોકડ સહીત ૭ લાખની મત્તા ચોરી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીમાં ૨ રહેણાંક મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. નર્મદા સિમેન્ટ કંપનીના એચ.આર વિકાસ વર્મા અને પરચેસ હેડ લલીત ગુપ્તાના રહેણાંક મકાનમાં તિજોરીમાં રહેલા અલગ અલગ વિવિધ પ્રકારના સોના-ચાંદી દાગીનાની કિંમત રૂ.૬,૭૨,૦૦૦ તથા રોકડા રૂ.૫૦૦૦ વિદેશી ચલણી નોટ કિંમત ૪૮,૭૧૮ કુલ મળી રૂ.૭,૨૫,૭૧૮ની ચોરી થઈ હતી.
જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની ફરીયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા કંપનીના CCTV કેમેરા ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડોગ સ્કોડ, LCB સહિત પોલીસની તપાસમાં લાગી છે. નોંધનીય છે કે, કોલોની ગેટ પર સામાન્ય લોકોને પ્રવેશ મળતો ન હોય સિક્યુરિટી હોવા છતા તસ્કરો કેવી રીતે ઘુસ્યા?