Last Updated on by Sampurna Samachar
Contents
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી
રાજ્યસભા માટે ચૂંટણી લડવાના બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ર્નિણયથી બધાને આશ્ચર્ય થયુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના ૧૦ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિશ કુમારે ગુરુવારે ૨૦૨૬ની રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને NDAના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
ગયા વર્ષની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ, નીતિશ કુમારે ૨૭ ફેબ્રુઆરીએ દસમી વખત શપથ લીધા હતા. રાજ્યસભા માટે ચૂંટણી લડવાના તેમના ર્નિણયથી બધાને આશ્ચર્ય થયું.

નીતિશ કુમાર ૨૦૦૫થી બિહારના મુખ્યમંત્રી છે. અગાઉ, નીતિશ કુમારે જણાવ્યું હતું કે, નવા મુખ્યમંત્રી અને રાજ્યની નવી સરકારને તેમનો સંપૂર્ણ ટેકો અને માર્ગદર્શન મળશે. તેમણે કહ્યું, “બે દાયકાથી વધુ સમયથી, તમે સતત મારામાં તમારો વિશ્વાસ અને ટેકો આપ્યો છે.તે વિશ્વાસના બળથી જ અમે બિહાર અને તમારા બધાની સંપૂર્ણ વફાદારીથી સેવા કરી છે. તમારા વિશ્વાસ અને સમર્થનને કારણે જ બિહાર આજે વિકાસ અને ગૌરવની નવી ઓળખ રજૂ કરી રહ્યું છે.”
હું આ ચૂંટણીમાં રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું
રાજ્યના લોકોનો આભાર વ્યક્ત કરતા નીતિશ કુમારે કહ્યું કે તેમની સંસદીય કારકિર્દીની શરૂઆતથી જ, તેઓ બિહાર વિધાનસભાના બંને ગૃહો અને સંસદના બંને ગૃહોના સભ્ય બનવાની ઇચ્છા રાખતા હતા.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું, “આ મહત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખીને, હું આ ચૂંટણીમાં રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું.” તેમણે ઉમેર્યું, “હું તમને સંપૂર્ણ નિષ્ઠા સાથે ખાતરી આપવા માંગુ છું કે ભવિષ્યમાં તમારી સાથે મારો સંબંધ ચાલુ રહેશે અને વિકસિત બિહાર બનાવવા માટે સાથે મળીને કામ કરવાનો મારો સંકલ્પ અટલ રહેશે.
રાજ્યમાં બનનારી નવી સરકારને મારો સંપૂર્ણ ટેકો અને માર્ગદર્શન મળશે.”ચૂંટણીમાં શાસક રાષ્ટ્રીય લોકશાહી જાેડાણ ને પ્રચંડ વિજય અપાવ્યા બાદ નીતિશ કુમાર રાજીનામું આપતાં, ભારતીય જનતા પાર્ટીના નેતા મુખ્યમંત્રી બને તેવી શક્યતા છે.જાે આવું થાય, તો બિહારમાં પહેલીવાર ભાજપનો મુખ્યમંત્રી હશે. હિન્દી ભાષી રાજ્યોમાં, બિહાર એકમાત્ર રાજ્ય છે જેમાં ભાજપનો મુખ્યમંત્રી નથી. બિહારમાંથી પાંચ રાજ્યસભા બેઠકો માટે ૧૬ માર્ચે ચૂંટણી યોજાવાની છે, અને ગુરુવાર એ ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે.
રાજ્ય વિધાનસભામાં વર્તમાન સંખ્યાબળને જાેતાં,નીતિશ કુમારની સંસદના ઉપલા ગૃહ માટે ચૂંટણી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જાે નીતીશ કુમાર પદ છોડે છે, તો ભાજપના સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી પદ માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. સમ્રાટ ચૌધરી ઝ્રસ્ બને તો ભાજપનું વર્ચસ્વ પણ જળવાઈ રહેશે. ઉપરાંત બિહારમાં ભાજપ પાસે ૮૯ ધારાસભ્યો છે, જે NDAમાં સૌથી મોટો પક્ષ છે. હાલમાં તેઓ નાણાં, આરોગ્ય અને ગૃહ જેવા મહત્વના વિભાગો સંભાળી રહ્યા છે. ઉપરાંત તે રાજકીય પરિવારમાંથી આવે છે અને ૧૯૯૯ સક્રિય રાજકારણમાં છે.
૨૦૨૩માં તેઓ બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.મુખ્યમંત્રી પદની રેસમાં વિજય સિન્હા પણ પાછળ નથી. તેમની ગણતરી ભાજપના કદાવર નેતાઓમાં થાય છે. તેઓ પોતાની આક્રમક કાર્યશૈલી અને ભ્રષ્ટાચાર સામે કડક વલણ માટે જાણીતા છે. લખીસરાયથી ધારાસભ્ય વિજય સિન્હા ભૂતકાળમાં વિધાનસભા અધ્યક્ષ અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. તેઓ RSS અને ABVPની પૃષ્ઠભૂમિ ધરાવે છે.નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારનું નામ પણ ચર્ચામાં છે, જાેકે તેમની સંભાવના હાલમાં ઓછી જણાઈ રહી છે.
હાલમાં જેડીયુના પોસ્ટરો અને કાર્યક્રમોમાં તેઓ સક્રિય જાેવા મળી રહ્યા છે. એવી ચર્ચાઓ છે કે ભાજપ પોતાના નેતાને ઝ્રસ્ પદ આપે અને નિશાંત કુમારને ડેપ્યુટી તરીકે જવાબદારી સોંપવામાં આવી શકે છે. જાેકે, નિશાંત હજુ સુધી સક્રિય ચૂંટણીના મેદાનમાં આક્રમક રીતે ઉતર્યા નથી.
ગયા વર્ષે નવેમ્બરમાં નીતીશ કુમારના નેતૃત્વમાં દ્ગડ્ઢછ એ મોટી જીત મેળવી હતી. હવે જાે નીતીશ કુમાર કેન્દ્રમાં જાય છે, તો બિહારના રાજકારણમાં સત્તાનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. ભાજપ હવે બિહારમાં પોતાનો મુખ્યમંત્રી બેસાડવાની ફિરાકમાં હોય તેમ દેખાઈ રહ્યું છે.
૨૦૨૫ ની વિધાનસભા