Last Updated on by Sampurna Samachar
આ વખતે દીદીની વિદાય નક્કી, હું બોરિયા બિસ્તરા સાથે ૧૫ દિવસ અહીં જ છું
અમિત શાહે કોલકાતાના ભવાનીપુર મતવિસ્તારમાં એક રોડ શો દરમિયાન મમતા બેનર્જીને નિશાને લીધા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ વિરુદ્ધ ટીએમસીની હોય તેવુ લાગી રહ્યું છે. ૨૦૨૬નીચૂંટણી જીતવા માટે ભાજપે પશ્ચિમ બંગાળની સુકાન ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહને સોંપી દીધીહતી. અમિત શાહે પણ અવારનવાર પશ્ચિમ બંગાળની મુલાકાત લઈને કોઈને કોઈ મુદ્દે મમતા દીદીને ઘેરવાનોપ્રયાસ કર્યો હતો.

૨ એપ્રિલના રોજ, ભાજપના ઉમેદવાર સુવેન્દ્ર અધિકારીની ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભવાનીપુરામાં જાહેરસભાને અમિત શાહે સંબોધી હતી. આ જાહેરસભમાં અમિત શાહે કહ્યું કે, આ ચૂંટણીમાં મમતા દીદીની વિદાય નક્કી છે. હુ બોરિયા બિસ્તરા સાથે ૧૫ દિવસ પશ્ચિમ બંગાળમાં જરહેવાનો છું. હવે તે સમગ્ર પશ્ચિમ બંગાળની જનતા કહી રહી છે કે, મમતા દીદીને વિદાય આપો.
મમતા બેનર્જીને ફક્ત બંગાળમાં જ નહીં પરંતુ ભવાનીપુરમાં પણ હારનો સામનો કરવો પડશે
અમિત શાહે પોતાની આગવી શૈલીમાં ભવાનીપુર ખાતે જાહેરસભાને સંબોધતા કહ્યું: “બંગાળ રાજ્યમાંપરિવર્તન લાવવાની શક્તિ હવે તમારા હાથમાં છે. મારી પાસે તમારા માટે એક શોર્ટકટ છે. જો ભવાનીપુરનાલોકો આ એક બેઠક પર ભાજપના ઉમેદવાર સુવેન્દ્રુ અધિકારીને વિજયી બનાવે, તો બાકીના બંગાળમાંઆપોઆપ પરિવર્તન થઈ જશે.
અમિત શાહે વધુમાં કહ્યું કે, શરૂઆતમાં નંદીગ્રામથી વિધાનસભાનીચૂંટણી લડવા માંગતા હતા. જો કે, મેં તેમને કહ્યું હતું કે તેમણે ફક્ત નંદીગ્રામથી જ ચૂંટણી લડવી જો ઈએ નહીં બલ્કે, તેમણે મમતા બેનર્જીના પોતાના ગઢ ગણાતા ગૃહક્ષેત્ર ભવાનીપુરમા જવું જો ઈએ અને ત્યાં દીદીને હરાવવા જોઈએ.
અમિત શાહે ટિપ્પણી કરી હતી કે, ૨૦૨૧ માં પાછલી ચૂંટણીઓમાં મમતા બેનર્જી બંગાળમાં સરકાર બનાવવામાંસફળ રહી હતી, પરંતુ તેમને નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી સામે વ્યક્તિગત હારનો સામનો કરવો પડ્યો હતો. “આ વખતે,” શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “મમતા બેનર્જીને ફક્ત બંગાળમાં જ નહીં પરંતુ ભવાનીપુરમાં પણ હારનો સામનો કરવો પડશે.
અમિત શાહે એવી પણ જાહેરાત કરી હતી કે, મમતા દીદીની વિદાય માટે તેઓ બોરિયા બિસ્તરા બાંધીને પશ્ચિમબંગાળ આવ્યા છે. આગામી ૧૫ દિવસ સુધી એટલે કે, ચૂંટણી સમયગાળા દરમિયાન પશ્ચિમ બંગાળમાં જરહેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, અહીં ભાજપની સરકાર બનાવવી જ જાેઈએ. શાહે ભારપૂર્વકજણાવ્યું હતું કે એકવાર ભાજપ સરકાર સ્થાપિત થઈ જશે, પછી પશ્ચિમ બંગાળને અડીને આવેલીઆંતરરાષ્ટ્રીય સરહદો સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે અને ઘુસણખોરોને બંગાળ અને દેશભરમાંથી એકપછી એક ઓળખીને હાંકી કાઢવામાં આવશે.