Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રી યોગી અને અનેક મંત્રીઓની હાજરીમાં અમિત શાહ પરિવારે આરતી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. જ્યાં તેમના પુત્ર જય શાહ સંગમ અને પરિવાર સાથે આરતી કરી હતી . આ દરમિયાન અમિત શાહે ભગવા વસ્ત્રો પહેર્યા હતા અને સંગમના કિનારે પ્રાર્થના કરી હતી. આ સમયે CM યોગી આદિત્યનાથ અને UP સરકારના ઘણા મંત્રીઓ ત્યાં હાજર રહ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહ મહાકુંભ ૨૦૨૫નો ભાગ બન્યા અને ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. ગૃહમંત્રીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. જે અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું કે, મહાકુંભ એ સનાતન સંસ્કૃતિના અવિરત પ્રવાહનું એક અનોખું પ્રતીક છે. અમિત શાહે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું કે, કુંભ સંવાદિતા પર આધારિત આપણા શાશ્વત જીવન દર્શનને પ્રતિબિંબિત કરે છે
અમિત શાહ પહેલા પ્રયાગરાજ પહોંચી અને ત્રિવેણી સંગમ ખાતે ગંગા સ્નાન કર્યું. આ પછી તેઓ બડે હનુમાનજી મંદિર અને અક્ષય વટ ગયા હતા. આ સાથે, તેઓ મહારાજ અને અન્ય સંતો સાથે બપોરનું ભોજન કરી અને જુના અખાડાની મુલાકાત લીધી હતી.