Last Updated on by Sampurna Samachar
BCCI એ કેપ્ટન શુભમન ગિલને ફટકારી સજા
BCCI એ શુભમન ગિલને રૂ.૧૨ લાખનો દંડ ફટકાર્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૬માં ગુજરાત ટાઇટન્સે આખરે પોતાનું જીતનું ખાતું ખોલાવ્યું. જો કે, આ જીત સાથે ટીમ અને કેપ્ટનશુભમન ગિલ બંને માટે મોટી મુશ્કેલી પણ આવી. ૮ એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી રોમાંચકમેચમાં ગુજરાતે એક રનથી વિજય મેળવ્યો, પરંતુ કેપ્ટન ગિલને સ્લો ઓવર–રેટને કારણે શિસ્તભંગનીકાર્યવાહીનો સામનો કરવો પડ્યો.

BCCI એ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન સ્લો ઓવર–રેટ માટે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલનેરૂા.૧૨ લાખનો દંડ ફટકાર્યો છે. ગુરુવારે જારી કરાયેલ પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે ગુજરાત ટાઇટન્સે લીગનીઆચારસંહિતાની કલમ ૨.૨૨નું ઉલ્લંઘન કર્યું છે. કારણ કે આ ટીમનો સિઝનનો પહેલો ગુનો હતો, તેથી કેપ્ટનશુભમન ગિલને રૂ.૧૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
દિલ્હી કેપિટલ્સને એક રનના માર્જિનથી હરાવ્યું
શુભમન ગિલ IPL ૨૦૨૬માં સ્લો ઓવર–રેટ બદલ દંડનો સામનો કરનાર બીજો કેપ્ટન છે. તેમના પહેલાપંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને પણ સ્લો ઓવર–રેટના સમાન ગુના માટે બે વાર દંડ ફટકારવામાં આવ્યોહતો. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં શુભમન ગિલે ૪૫ બોલમાં ૭૦ રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને પાંચછગ્ગાનો સમાવેશ થાય છે. શુભમન ગિલની આ ઇનિંગને કારણે ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને એક રનના માર્જિનથી હરાવ્યું હતું.
IPL આચારસંહિતા અનુસાર, ટીમોએ ૯૦ મિનિટની અંદર તેમની બોલિંગ ઇનિંગ્સ પૂર્ણ કરવી જરૂરી છે. સ્લોઓવર–રેટ સંબંધિત પહેલી વખતના ગુના માટે ફક્ત કેપ્ટન પર રૂ.૧૨ લાખનો દંડ ફટકારવામાં આવે છે.
બીજા ગુના માટે કેપ્ટનને રૂ.૨૪ લાખનો દંડ ફટકારવામાં આવે છે, જ્યારે પ્લેઇંગ XI માં સમાવિષ્ટ ખેલાડીઓ ઇમ્પેક્ટ પ્લેયર સહિત પ્રત્યેકને રૂ.૬ લાખ અથવા તેમની મેચ ફીના ૨૫ ટકા (જે રકમ ઓછી હોય) દંડ કરવામાંઆવે છે.
એક જ સિઝનમાં ત્રીજા ગુના માટે અને ત્યારબાદના દરેક ગુના માટે કેપ્ટનને રૂ.૩૦ લાખનો દંડ ફટકારવામાં આવેછે, જ્યારે પ્લેઇંગ ઠૈંમાં રહેલા ખેલાડીઓ ઇમ્પેક્ટ પ્લેયર સહિત પ્રત્યેકને રૂ.૧૨ લાખ અથવા તેમની મેચ ફીના૫૦ ટકા (જે રકમ ઓછી હોય) દંડ કરવામાં આવે છે