Last Updated on by Sampurna Samachar
બોલિવૂડની એક ફેમસ ગીત પર ડાન્સ કરતી જોવા મળી
આ વીડિયો ૨૦૨૪ નવેમ્બર મહિનાનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પર ફાઇનલ જીતીને કબજો કરી લીધો છે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી લીધી જે દરમિયાન ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પૂર્વ પત્નીનો એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મોહમ્મદ શમીની પૂર્વ પત્ની હસીન જહાં બોલિવૂડની એક ફેમસ ગીત પર ડાન્સ કરી રહી છે અને પોતાની હોટ અદાઓ દેખાડી રહી છે. તો વળી આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે.
હસીન જહાં બોલિવૂડના ‘કજરા રે કઝરા રે‘ ગીત પર ડાન્સ કરતી દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ૫૩ હજારથી વધારે લોકોએ પસંદ કર્યો છે. આમ તો આ વીડિયો ૨૦૨૪ નવેમ્બર મહિનાનો છે. પણ હાલમાં તે ફરી એક વાર વાયરલ થઈ રહ્યો છે.
વિડીયો પર લોકોએ ઘણી કોમેન્ટસ આપી
હસીન જહાં આ વીડિયોમાં એક સફેદ ડ્રેસમાં દેખાઈ રહી છે, જે જોવામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. હસીન જહાં રૂમમાં ડાન્સ કરી રહી છે અને ક્યારેક સોફા પર તો ક્યારેક બેડ પર ડાન્સ સ્ટેપ કરી રહી છે. તો વળી આ વાયરલ વીડિયો પર લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘‘યોગ્ય સમયે શમી ભાઈએ DRS રિવ્યૂ લઈ લીધો‘‘.
એક યુઝરે લખ્યું કે, ‘‘ગરીબ મહિલા પહેલી વાર સોફા જુએ ત્યારે આવું થાય‘‘. એક યુઝરે લખ્યું કે, ‘‘શમી ભાઈનો ર્નિણય એકદમ સાચો હતો‘‘. એક યુઝરે લખ્યું કે, ‘‘સારું છે કે શમી ભાઈએ તેમને છોડી દીધા‘‘. એક યુઝરે લખ્યું કે, ‘‘ડોક્ટરે શું કહ્યું છે, ક્યાં સુધીમાં ઠીક થઈ જશો.‘‘
આપને જણાવી દઈએ કે, મોહમ્મદ શમી અને હસીન જહાંના છૂટાછેડા થઈ ચૂક્યા છે. હસીન જહાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ડાન્સના વીડિયો બનાવતી રહે છે. જેને લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. જાે કે, હસીન જહાં મોહમ્મદ શમી પર કેટલાય આરોપ લગાવી ચૂકી છે.