Last Updated on by Sampurna Samachar
વિદેશ મંત્રી ડૉ. જયશંકરની હાજરીથી ભારત – અમેરિકાના સંબંધો વધુ મજબૂત બનવાની આશા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ૪૭ માં રાષ્ટ્ર પ્રમુખના રૂપે ૨૦ જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરશે. આ શપથ ગ્રહણ સમારોહમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પોતાની આ યાત્રા દરમિયાન વિદેશ મંત્રી નવા અમેરિકન વહીવટીતંત્રના પ્રતિનિધિઓ અને સમારોહમાં સામેલ થનારા અન્ય આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સાથે પણ વાતચીત કરશે.
વિદેશ મંત્રીની આ અમેરિકાની યાત્રાથી ભારત-અમેરિકા વચ્ચે રાજકીય સંબંધોને વધુ મજબૂતી મળવાની આશા છે. ભારત એક પ્રમુખ સહયોગીના રૂપે H1B વીઝામાં સુધારો, સપ્લાઈ ચેઇનની ફ્લેક્સિબિલિટી અને હિન્દ-પ્રશાંત વિસ્તાર જેવા મુદ્દા પર વહીવટીતંત્રના વલણ પર નજીકથી નજર રાખશે.
સમારોહમાં હાજરી આપવા ઉપરાંત, વિદેશ મંત્રી નવા અમેરિકન વહીવટીતંત્રના પ્રતિનિધિઓ અને શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થનારા અન્ય આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સાથે વાતચીત કરશે. જે આ પ્રસંગે વોશિંગટન, ડીસીમાં હાજર રહેશે..
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં અનેક વિદેશી મહેમાનો સામેલ થાય તેવી આશા છે. જેમાં અજેર્ન્ટિનાના રાષ્ટ્ર પ્રમુખ ઝેવિયર માઇલી, બ્રિટનના દક્ષિણપંથી ઝૂકાવવાળી રિફોર્મ યુકે પાર્ટીના પ્રમુખ નિગેલ ફરાઝ, જાપાની વિદેશ મંત્રી તાકેશી ઇવેઆ, ઇટલીના વડાંપ્રધાન જિયોર્જિયા મેલોની અને એક દક્ષિણપંથી ફ્રાન્સિસ રાજકીય પાર્ટીના એક નેતા સામેલ થવાની આશા છે.
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે બ્રાઝીલના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ઝાયર બોલસોનારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જાેકે, પાસપોર્ટ સંબંધિત સમસ્યા તેમના કાર્યક્રમમાં જવા પર રોક લગાવી શકે છે. ચીના રાષ્ટ્ર પ્રમુખ શી ઝિનપિંગને પણ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જાેકે, તે સમારોહમાં એક ઉચ્ચ સ્તીયર દૂત મોકલી શકે છે.