Last Updated on by Sampurna Samachar
ઈન્ટરનેશનલ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સમાં ભારતીયોની સંખ્યા ૧૯ ટકા વધી ૨૦ લાખ થઈ
દરરોજ હજારો લોકોને નોન ઈમિગ્રેશન વિઝા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાએ સતત બીજા વર્ષે ભારતીયોને દસ લાખથી વધુ નોન ઈમિગ્રેશન વિઝા આપ્યા છે. જેમાં રેકોર્ડ સંખ્યામાં વિઝિટર વિઝા સામેલ છે. દેશમાં અમેરિકી મિશનના એક રિલિઝ અનુસાર, ભારત, ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મોકલનાર ટોચનો દેશ બન્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૦૮-૦૯ બાદ પ્રથમ વખત સૌથી વધુ ૩.૩૧ લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જેમાં ભારતીયોનું યોગદાન સૌથી વધુ છે. ઈન્ટરનેશનલ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સમાં ભારતીયોની સંખ્યા ૧૯ ટકા વધી ૨૦ લાખ થઈ છે. આ રિપોર્ટ ભારતીયોની પ્રવાસન, વ્યવસાય અને શિક્ષણ માટે અમેરિકાની મુલાકાત લેવાની મજબૂત માંગને રેખાંકિત કરે છે, છેલ્લા ચાર વર્ષમાં ભારતમાંથી આવતા લોકોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે, અને ૨૦૨૪ પહેલાં ૨૦ લાખથી વધુ ભારતીયોએ પ્રવાસ કર્યો હતો. છેલ્લા અગિયાર મહિનામાં ૨૦૨૩ના સમાન સમયગાળાની તુલનામાં ૨૬ ટકાનો વધારો થયો છે.
ભારતમાં યુએસ એમ્બેસી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ૫૦ લાખથી વધુ ભારતીયો પાસે પહેલાથી જ US જવા માટે નોન-ઇમિગ્રેશન વિઝા છે અને મિશન દરરોજ હજારો વધુ વિઝા જારી કરી રહ્યું છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ આ વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સમાં H-1B વિઝા રિન્યૂઅલ માટે પાઇલટ પ્રોગ્રામ સફળતાપૂર્વક અમલમાં મૂક્યો હતો, જેનાથી ઘણા ભારતીય પ્રોફેશનલ્સને ફાયદો થયો હતો. જેઓ દેશ છોડ્યા વિના તેમના વિઝા રિન્યૂ કરાવી શક્યા છે. હજારો લોકો માટે પ્રક્રિયાને સરળ બનાવવાના પાયલોટ પ્રોજેક્ટની સફળતાને પગલે, ૨૦૨૫માં આ ડોમેસ્ટિક રિન્યુઅલ પ્રોગ્રામને ઔપચારિક રીતે સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખે છે.
ભારતમાં US મિશન ઘણા ઇમિગ્રેશન વિઝા નિયમોમાં સુધારો કરી રહી છે. જે કાયદેસર કૌટુંબિક પુનઃમિલન અને વ્યાવસાયિક સ્થળાંતરને મંજૂરી આપે છે. ઓન અરાઈવલ વિઝા, ગ્રીન કાર્ડ સહિતના વિઝાને પણ વેગ આપે છે.
ઇન્ટરવ્યુ વિના પાત્ર નોન-ઇમિગ્રેશન વિઝા અરજીઓની પ્રક્રિયામાં નોંધપાત્ર વધારો થયો હતો, જેનાથી ભારતીયો માટે વિઝા રિન્યુઅલ સરળ બન્યા છે. ઓપરેશનલ સુધારાઓ અને વૈશ્વિક સંસાધનોના ઉપયોગ દ્વારા, મિશને પર્સનલ ઇન્ટરવ્યુ માટે તેની ક્ષમતામાં વધારો કર્યો છે. એક્સચેન્જ વિઝિટર સ્કિલ્સ લિસ્ટમાંથી ભારતને દૂર કરવાથી ઘણા એક્સચેન્જ વિઝિટર માટે બે વર્ષની હોમ રેસિડન્સની જરૂરિયાત દૂર થઈ છે, જે કારકિર્દીની પ્રગતિ અને શિક્ષણ માટે વધુ સારી તકો પૂરી પાડે છે.