Last Updated on by Sampurna Samachar
ઘણા કસ્ટમર્સ ક્રિમિનલ એક્ટિવિટીમાં સામેલ હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાની એક કોર્ટે ભારતીય ક્રિપ્ટો વેન્ડર અનુરાગ પ્રમોદ મુરારકાને જેલની સજા ફટકારી છે. અનુરાગ ઈન્ટરનેશનલ વર્ચ્યુઅલ કરન્સી વેન્ડર છે અને તે બે નામથી ઓપરેટ કરતો હતો. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ગ્રેગરી વાન ટેટેનહોવ દ્વારા અનુરાગને મની લોન્ડરિંગ કોન્સ્પિરસી બદલ ૧૨૧ મહિનાની જેલની સજા ફટકારી છે.
તાજેતરમાં રિલિઝ કરવામાં આવેલા કોર્ટ ડોક્યુમેન્ટ્સ પ્રમાણે ઓછામાં ઓછા એપ્રિલ ૨૦૨૧ થી અને ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી અનુરાગ ઈન્ટરનેશનલ મની લોન્ડરિંગ બિઝનેસ ચલાવતો હતો. અનુરાગના મોટા ભાગના કસ્ટર્સ ક્રિમિનલ એક્ટિવિટીમાં સામેલ હતા.
જોકે, અનુરાગ ચતુરાઈપૂર્વક પોતાનો આ બિઝનેસ ચલાવતો હતો. તે ઘણી વખત ડાર્ક નેટ માર્કેટપ્લેસ પર પોતાની સર્વિસની જાહેરાત આપતો હતો. હવે ગ્રાહકો તે જાહેરાતના જવાબમાં એન્ક્રિપ્ટેડ મેસેજીસ દ્વારા તેમનો સંપર્ક કરતા હતા અને એક્સચેન્જ રેટ અંગે નેગોશિયેશન કરતા હતા. એક વખત એક્સચેન્જ રેટ સેટ થઈ ગયા બાદ ભારતમાં સ્થિત અનુરાગ તેના ગ્રાહકોને ચોક્કસ ક્રિપ્ટોકરન્સી એડ્રેસ પર ક્રિપ્ટોકરન્સી મોકલવાનું કહેતો હતો.
ત્યારબાદ અનુરાગે ભારતથી એક કોમ્પલેક્સ, પૂર્વઆયોજિત હવાલા ઓપરેશન દ્વારા અમેરિકામાં તેના કર્મચારીઓને કેશ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. અનુરાગનું અમેરિકામાં અને વિદેશમાં કર્મચારીઓનું નેટવર્ક અનુરાગના હવાલા કનેક્શન્સ પાસેથી કેશ મેળવીને વિવિદ યુક્તિઓ અપનાવીને તે કેશ ગ્રાહકોને મોકલતા હતા.
અનુરાગ પોતાની સર્વિસ માટે ફી વસૂલ કરતો હતો અને ફીનો એક ભાગ તેના કર્મચારીઓ અને આ કાવતરામાં તેને સાથ આપનારા લોકોને આપતો હતો. અનુરાગને ખબર હતી કે તેના ઘણા કસ્ટમર્સ ક્રિમિનલ એક્ટિવિટીમાં સામેલ છે. જેમાં ખાસ કરીને કમ્પ્યુટર હેકિંગ અને ડ્રગ ટ્રાફિકિંગમાં સામેલ છે. તેથી તે જાણતો હતો કે તેનો બિઝનેસ ઈલીગલ ક્ટિવિટીના સ્ત્રોતને છૂપાવવામાં મદદ કરશે. અને તેથી તે જાણતો હતો કે તેનો વ્યવસાય ગેરકાયદેસર પ્રવૃત્તિના સ્ત્રોતને છુપાવવામાં મદદ કરીને તે ગુનાહિત પ્રવૃત્તિને સરળ બનાવે છે. કુલ મળીને અનુરાગ અને તેના સાથીઓએ ૨૦ મિલિયન ડોલરથી વધુ ક્રિમિનલ આવકને લોન્ડર કરી હતી. જોકે, અંતે તેની આ ઈલીગલ પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે.
FBI અને USPIS વચ્ચે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી અને અનુરાગની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ FBI અનુરાગની ઓનલાઈન આઈડેન્ટિટીનો ઉપયોગ કરીને સમગ્ર મની લોન્ડરિંગ ઓપરેશન પર નિયંત્રણ મેળવ્યું અને ગુપ્ત પ્રવૃત્તિ હાથ ધરી હતી. જેના પરિણામે અનુરાગના ઘણા કસ્ટમર્સ સામે લૉ એન્ફોર્સમેન્ટ એક્શન લેવામાં આવી હતી. જેમાં મલ્ટીપલ ફાઈનાન્સિયલ એકાઉન્ટ ટેકઓવર અટકાવવા, નકલી અને ઈલીગલ ડ્રગ્સ અને ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ઈક્વિપમેન્ટ જપ્ત કરવા જેવી કાર્યવાહી સામેલ હતી.
આ ઉપરાંત FBI એ ક્રિમિનલ પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતા લાખો ડોલર્સ જપ્ત કર્યા હતા. અનુરાગ સામે અમેરિકન કોર્ટમાં કાર્યવાહી ચાલી હતી અને તેને ૧૨૧ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ફેડલર લૉ પ્રમાણે અનુરાગને પોતાની સજાના ૮૫ ટકા જેલમાં પસાર કરવો પડશે જ્યારે ત્રણ વર્ષ સુધી તેને યુએસ પ્રોબેશન ઓફિસમાં સુપરવિઝન હેઠળ રાખવામાં આવશે.
કેન્ટુકીના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની કાર્લટન શિરે જણાવ્યું હતું કે, ઈન્ટરનેટનો ઉપયોગ કરીને આરોપીએ અસંખ્ય ગુનેગારોને મદદ પૂરી પાડી હતી કારણ કે તેઓ તેમના ઈલીગલ ડ્રગની આવક છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ કેસ વિશ્વમાં સાયબર ક્રાઈમનો જે સ્કોપ છે તે દેખાડે છે. યુએસ એટર્ની શિર, FBI સ્પેશિયલ એજન્ટ ઈન ચાર્જ સ્ટાન્સબરી અને USPIS પોસ્ટલ ઈન્સપેક્ટર ઈન ચાર્જ એલિસને સજાની જાહેરાત કરી હતી. આ ઈન્વેસ્ટિગેશન FBI અને USPIS દ્વારા હાથ ધરવામાં આવી હતી જ્યારે યુએસ વતી આસિસ્ટન્ટ યુએસ એટર્ની કેટ ડીરુફે કેસ ચલાવ્યો