Last Updated on by Sampurna Samachar
કુલ ૧૫૭ ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ USA માં ગેરકાયદે ઘૂસેલા ભારતીયોને ડિપોર્ટ કરાઈ રહ્યાં છે. અગાઉ બે ફ્લાઈટ ગેરકાયદેસર ભારતીયોને લઈને ભારત આવી ગઇ છે. જ્યાં હવે ત્રીજી ફ્લાઈટનું લિસ્ટ પણ આવી ગયું છે. ત્રીજી ફ્લાઈટમાં કુલ ૧૫૭ ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યાં છે. આ ફ્લાઈટમાં ૨૨ ગુજરાતીઓ સામેલ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવાના વચનના ભાગરૂપે ભારતીયોની આ બીજી બેચ છે જેને દેશનિકાલ કરવામાં આવ્યો છે. ગત વખતની જેમ આ વખતે પણ પરત ફરેલા ભારતીયોને હાથકડી અને બેડીઓ સાથે લાવવામાં આવ્યા હતા, જે તેઓ પ્લેનમાંથી ઉતરતા પહેલા હટાવી લેવામાં આવ્યા હતા.
કઈ ફ્લાઈટમાં કેટલા ગુજરાતીઓ આવ્યા
પહેલી ફ્લાઈટ – ૩૭ ગુજરાતી
બીજી ફ્લાઈટ – ૮ ગુજરાતી
ત્રીજી ફ્લાઈટ – ૨૨ ગુજરાતી