Last Updated on by Sampurna Samachar
યુનાઈટેડ એરલાઈન્સે અમેરિકન મહિલાને નો-ફ્લાય લિસ્ટમાં મૂકી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોસ એન્જલસ એરપોર્ટ પર શટલ બસમાં ભારતીય-અમેરિકન ફોટોગ્રાફર પરવેઝ તૌફીક અને તેના પરિવાર સાથે વંશીય દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. એક મહિલાએ તૌફિકના પરિવાર પર જાતિવાદી ટિપ્પણી કરી અને કહ્યું – તમારો પરિવાર ભારતનો છે, તમને નિયમોનું કોઈ સન્માન નથી. ભારતીયો પાગલ છે. મહિલાના આ ગાંડપણના કારણે યુનાઈટેડ એરલાઈન્સે તેને નો-ફ્લાય લિસ્ટમાં મૂકી દીધી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે મહિલાએ તૌફિકના પુત્ર પર જાતિવાદી ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. તૌફિકે વીડિયો બનાવવાની શરૂઆત કરતા જ મહિલાએ વચ્ચેની આંગળી બતાવતા બૂમો પાડવા લાગી. મહિલાએ કહ્યું- તમારો પરિવાર ભારતનો છે, તમને નિયમોનું સન્માન નથી, તમને લાગે છે કે તમે બધા પર દબાણ લાવી શકો છો. તમે લોકો પાગલ છો.
મહિલા પોતાને પીડિતા કહેવા લાગી. મામલો વધતો જોઈને જ્યારે સિક્યોરિટી ગાર્ડને બોલાવવામાં આવ્યો તો મહિલાએ પોતાને પીડિત ગણાવવાનું શરૂ કર્યું. મહિલાએ કહ્યું- તેને (એરલાઈનના કર્મચારીને) તેનાથી કોઈ ફરક નથી પડતો કે હું જાતિવાદી છું, તમે મારા માટે જાતિવાદી છો, હું અમેરિકન છું. તૌફીકે કહ્યું- અમે પણ અમેરિકન છીએ. જવાબમાં મહિલાએ કહ્યું- તમે મૂળ અમેરિકન નથી. તમે ભારતના છો.
જોકે, અન્ય મુસાફરોએ ફોટોગ્રાફરને ટેકો આપ્યો હતો. ઘટનાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા તૌફીકે લખ્યું- અત્યારે મારું લોહી ઉકળી રહ્યું છે. હું માની શકતો નથી. તે મારા બાળકોને શાંત રહેવાનું કહેતી હતી, અને હું મારો ગુસ્સો ગુમાવી બેઠો હતો. મેં કહ્યું- તમને મારા બાળકો સાથે આ રીતે વાત કરવાનો કોઈ અધિકાર નથી.
અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ જાતિવાદી હિંસા વધી છે અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીયો વિરુદ્ધ જાતિવાદી હિંસા વધી છે. ૨૦૨૪ના પ્રથમ ત્રણ મહિનામાં પણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યાનો આંકડો બે આંકડાને પાર કરી ગયો હતો.
કન્ઝર્વેટિવ પાર્ટીએ પણ અમેરિકી સંસદમાં આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આવી બાબતોને લઈને ઝીરો ટોલરન્સ નથી. ઈન્ડો-અમેરિકન ડેમોક્રેટ નેતા અને કોંગ્રેસમેન થાનેદારે હિન્દુફોબિયા સામે લડવાની વાત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકામાં નફરત માટે કોઈ સ્થાન હોવું જાેઈએ નહીં.