બેંગ્લુરૂમાં અમેરિકાની એરક્રાફ્ટ કંપનીએ એકસાથે ૧૮૦ કર્મચારીઓને કાઢી મુક્યા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બોઈંગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન અપાયુ નહીં

બોઈંગના ભારતમાં આશરે ૭૦૦૦ કર્મચારીઓ

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમેરિકાની એરક્રાફ્ટ કંપની બોઈંગ દ્વારા બેંગ્લુરૂમાં પોતાના એન્જિનિયરિંગ ટેક્નોલોજી સેન્ટરમાંથી એક જ સાથે ૧૮૦ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતાં. આ છટણી કંપનીની ગ્લોબલ વર્કફોર્સમાં ઘટાડાની કવાયતના ભાગરૂપે કરવામાં આવી છે. વૈશ્વિક સ્તર પર અનેક પડકારોનો સામનો કરી રહેલી બોઈંગના ભારતમાં આશરે ૭૦૦૦ કર્મચારીઓ છે. ભારત કંપની માટે ટોચના બજારો પૈકી એક છે. ગત વર્ષે બોઈંગે (BOEING) ગ્લોબલ વર્કફોર્સમાં આશરે ૧૦ ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોઈંગની વૈશ્વિક સ્તરે વર્કફોર્સ ઘટાડવાની કવાયતના ભાગરૂપે બેંગ્લુરૂમાં બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ ટેક્નોલોજી સેન્ટરમાંથી ૧૮૦ કર્મચારીઓને ડિસેમ્બર ત્રિમાસિક, ૨૦૨૪ માં જ હાંકી કાઢ્યા હતા. ગ્રાહકો તથા સરકારી કામકાજો પર તેની કોઈ પ્રતિકૂળ અસર ન થાય તે હેતુ સાથે તેમણે મર્યાદિત સંખ્યામાં વ્યૂહાત્મક એડજસ્ટમેન્ટ કર્યા હતા. ઉલ્લેખનીય છે, આ મામલે બોઈંગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ નથી.

બોઇંગ વાર્ષિક રૂ. ૧.૨૫ અબજ ડોલરનું સોર્સિંગ કરે

બેંગ્લુરૂ અને ચેન્નઈમાં બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સેન્ટર (BIETC ) જટિલ એડવાન્સ્ડ એરોસ્પેસ વર્ક કરે છે. બેંગ્લુરૂમાં કંપનીની સંપૂર્ણ માલિકીનું એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સેન્ટર અમેરિકાની બહાર સૌથી મોટા રોકાણો પૈકી એક છે. ભારતમાંથી બોઈંગ ૩૦૦ થી વધુ સપ્લાયર્સ નેટવર્ક સાથે વાર્ષિક રૂ. ૧.૨૫ અબજ ડોલરનું સોર્સિંગ કરે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.