Last Updated on by Sampurna Samachar
તંત્ર દ્વારા લોકોને આ વાઇરસથી સાવચેત રહેવા અપીલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં હવે HMPV વાયરસનો ધીમીગતિએ વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં HMPV નો વધુ એક કેસ નોંધાયો છે. વિજાપુરની ૬૯ વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઝાયડ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આ્વ્યા છે.
અત્રે જણાવીએ કે, અમદાવાદમાં HMPV વાયરસના અત્યાર સુધી કુલ ૬ કેસ નોંધાયા છે. જેમાંથી ૫ દર્દીઓ સાજા થતા હોસ્પિટલથી ડિશચાર્જ કરાયા છે. હાલ અમદાવાદમાં HMPV નો ૧ કેસ એક્ટિવ છે. ત્યારે આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.
તેમજ શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.