Last Updated on by Sampurna Samachar
ઝાડ પર ફસાયેલી પતંગ અને દોરી પક્ષીઓ નુકશાન ના થાય તે માટે કર્યં અભિયાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉતરાયણ બાદ ફસાયેલા પતંગ અને દોરી આકાશમાં ઉડતા પક્ષીઓ માટે ઘાતક બને નહીં તે માટે અમદાવાદ મહાનગર પાલિકાના ખોખરા વોર્ડના કાઉન્સિલર કમલેશ પટેલ દ્વારા ઉતરાયણ બાદ એક સપ્તાહ સુધી અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ઉત્તરાયણ તહેવારની ઉજવણી બાદ ઝાડ પર ફસાયેલી પતંગ અને દોરી પક્ષીઓ નુકશાન ના થાય તે માટે કોર્પોરેશનના કોર્પોરેટર અનોખું અભિયાન હાથ ધર્યું છે. જેમાં કોર્પોરેટર કમલેશભાઈ ટીમ કપાયેલા પતંગ અને દોરી તેમના વિસ્તારમાં ઝાડ, રસ્તા કે વીજળીના થાંભલા સહિતમાં ફસાયેલી દોરી અને પતંગ એકઠી કરે છે. કમલેશભાઈ છેલ્લા ચાર વર્ષથી ફસાયેલી દોરી અને પતંગ કાઢીને કોઈ મનુષ્ય કે પક્ષીઓને હાની પહોંચે નહીં તેવું કાર્ય કરે છે. જેમાં ગત વર્ષે ૩૨૦ કિલો જેટલી ફસાયેલી પતંગ અને દોરી એકઠી કરી હતી.
જે આ વર્ષે એક હજાર કિલો દોરી એકઠી કરી હતી. તેમણે એકઠી કરાયેલી દોરીની હોળી કરી હતી. ખોખરા વોર્ડ કાઉન્સિલર કમલેશભાઈ પટેલ મકર સંક્રાંતિ પછી દોરી દહન કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, મણિનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટ તેમજ અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડૉ. હસમુખભાઈ પટેલ અને મણિનગર વિધાનસભાના સૌ કાઉન્સિલરો, સંગઠનના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જઓ, બુથના પ્રમુખો તેમજ સૌ કાર્યકર્તાઓ હાજરીમાં યોજ્યો હતો.
દોરી દહનના કાર્યક્રમમાં કાર્યકરો સંકલ્પ પણ લેવડાવ્યો હતો કે ઉતરાયણ બાદ આસપાસ ફસાયેલી દોરીનો નિકાલ કરીને સેફ ઉતરાયણ અને હેપ્પી ઉતરાયણની ઉજવણી કરીશું. બસ એક નાનકડા પ્રયાસ થકી દોરીથી ઘવાતા પક્ષીઓ અને માનવીને રક્ષણ મળે એ ઉદ્દેશ્ય સાથે અનોખું અભિયાન યોજીને સમાજને સંદેશ આપે છે.