Last Updated on by Sampurna Samachar
૧૫ વોટર સપ્લાયર એકમો સીલ
અમદાવાદમાં આરોગ્ય વિભાગની સઘન તપાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવી નાગરિકોના આરોગ્યનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ આરોગ્ય વિભાગના માધ્યમથી શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક અને સઘન તપાસ અભિયાન હાથ ધર્યું છે, જેમાં પાણીની ગુણવત્તા, સ્વચ્છતા અને સંભવિત જોખમોના નિરીક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

AMCની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૧૭૫૮ પાણીપુરી અને સ્ટ્રીટ ફૂડની લારીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવતા કડક પગલાં લેવામાં આવ્યા હતા.
૪૨૪ લારીઓને નોટિસ ઇશ્યૂ કરી દંડ વસૂલવામાં આવ્યો
કાર્યવાહી દરમિયાન કુલ ૧૦૧૩ અખાદ્ય પદાર્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ સંબંધિત વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિયમોનું પાલન ન કરનારી ૪૨૪ લારીઓને નોટિસ ઇશ્યૂ કરી દંડ વસૂલવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં ડાયરીયા, ટાઇફોઇડ અને અન્ય પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે આવી તપાસો સતત ચાલુ રહેશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ખુલ્લા ખાદ્યપદાર્થો લેતા પહેલા સ્વચ્છતા અંગે ખાસ ધ્યાન રાખે અને માત્ર પ્રમાણિત સ્ત્રોતમાંથી જ પાણીનો ઉપયોગ કરે.