Last Updated on by Sampurna Samachar
ફીમાં ૧૭૮ ટકાથી ૩૧૭ ટકાનો કર્યો તોતિંગ વધારો
કોંગ્રેસે ભારે આક્રોશની લાગણી વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે આખિર જિસ કા ડર થા વહી હુઆ. આંબેડકર યુનિવર્સિટીએ છેવટે જે ફી વધારો તોળાતો હતો તે કરી નાખ્યો છે. આંબેડકર ઓપન યુનિ.એ ફીમાં તોતિંગ વધારો કર્યો છે. આમ મફત શિક્ષણના બદલે ફી મા જંગી વધારો કરવામાં આવતા કોંગ્રેસે ભારે આક્રોશની લાગણી વ્યક્ત કરી છે.

એક લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પર ૧૭૮ ટકા જેટલો જંગી ફી વધારો અને વિદ્યાર્થીનીઓ પર ૩૧૭ ટકા જેટલો જંગી ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. આના પગલે મહિલાઓના કોર્સની ફી જે ફક્ત વર્ષે ૧,૨૦૦ રૂપિયા હતી તે વધીને ૫,૦૦૦ રૂપિયા જેટલી થઈ ગઈ છે.
કોંગ્રેસે સરકારી કાર્યક્રમો પાછળ થતાં જંગી ખર્ચની ટીકા કરી
બાબાસાહેબ આંબેડકર યુનિ.એ વિવિધ કોર્સની ફીમાં ત્રણ હજાર રૂપિયાથી લઈને ૧૫ હજાર સુધીનો નોંધપાત્ર વધારો કર્યો છે. યુજી અને પીજીના વિવિધ કોર્સ અને સર્વિસ માટેની ફીમાં જંગી વધારો કરવામાં આવ્યો છે.
અગાઉ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફી જુદી-જુદી હતી. હવે બંને માટે એકસરખી વાર્ષિક ફી પાંચ હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. મ્ર્ંઈ ઓપન એન્ડ ડિસ્ટન્સમાં ફીમાં તોતિંગ વધારો કરીને ફી ૨૦ હજારથી વધારીને સીધી ૩૫ હજાર રૂપિયા કરવામાં આવી છે. આ જ રીતે BOE બેચરલ ઓફ સ્પેશલ એજ્યુકેશનની ફી માં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. આ કોર્સની ફી પણ ૩૦ હજાર રૂપિયાથી વધારીને ૪૫ હજાર રૂપિયા કરવામાં આવી છે.
કોંગ્રેસનો દાવો હતો કે કોંગ્રેસના શાસનમાં પ્રાથમિક શાળાથી માંડીને પીએચડી સુધીની કન્યા કેળવણી મફત હતી. સ્ટડી મટીરિયલ, પ્રિન્ટિંગ અને ડિલિવરી ખર્ચમાં વધારો થવાના કારણે આ ફી વધારાનો ર્નિણય લેવાયો છે. આ અંગે કોંગ્રેસનું કહેવું છે કે સરકાર તાયફાઓ ઓછા કરે તો વિદ્યાર્થીઓ રાહત દરે ભણી શકે. તેની સાથે કોંગ્રેસે વિવિધ સરકારી કાર્યક્રમો પાછળ થતાં જંગી ખર્ચની આકરી ટીકા કરી હતી.