Last Updated on by Sampurna Samachar
લાખો શ્રધ્ધાળુઓની સુરક્ષા માટે સરકારે પૂરી તૈયારી કરી દીધી
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અવર-જવરનો મુખ્ય માર્ગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આગામી ૩ જુલાઈને ગુરુવારથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. અગાઉ, ઉધમપુરમાં જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે સુરક્ષા દળો અને પોલીસ સાથે મળીને જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર યાત્રાળુઓના જૂથનો ટ્રાયલ રનનું આયોજન કર્યું હતું. અમરનાથ યાત્રા ૨૦૨૫ ને સુરક્ષિત બનાવવા માટે, CPRF એ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વધારાના સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે, જે હજારો શ્રદ્ધાળુઓની અવરજવર માટેનો મુખ્ય માર્ગ છે.
ઉધમપુર સેક્ટર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારીને હાઇવે પર પેટ્રોલિંગ મજબૂત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ૯ ડોગ સ્ક્વોડ યુનિટને પણ દેખરેખ માટે તહેનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ સંભવિત ખતરા પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો ૨ જુલાઈ ૨૦૨૫ ના રોજ જમ્મુના બેઝ કેમ્પથી રવાના થશે. આ અમરનાથ યાત્રા સત્તાવાર રીતે ૩ જુલાઈથી શરૂ થશે, જેમાં શ્રદ્ધાળુઓ બાલતાલ અને પહેલગામ બંને રૂટથી પવિત્ર ગુફા માટે રવાના થશે.
સંયુક્ત મોક લેન્ડસ્લાઈડ કવાયત હાથ ધરાઇ
અમરનાથ યાત્રા ૨૦૨૫ પહેલા, CRPF એ હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (દ્ગૐ-૪૪) પર ચુસ્ત બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકી છે. નાયબ પોલીસ અધિક્ષક પ્રહલાદ કુમારે માહિતી આપી હતી કે આજે યોજાયેલ મોક ડ્રીલનો હેતુ સુરક્ષા દળો વચ્ચે સંકલનની અસરકારકતા ચકાસવા અને તેમના પ્રતિભાવનું મૂલ્યાંકન કરવાનો હતો. આ કવાયત સંપૂર્ણપણે સફળ રહી.
જમ્મુ અને કાશ્મીરના ડેપ્યુટી કમિશનર સચિન કુમાર વૈશ્યએ માહિતી આપી છે કે અમરનાથ યાત્રા ૨૦૨૫ માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તેમણે કહ્યું, “સરકાર સરસ્વતી ધામ ખાતે ટોકન વિતરણ શરૂ કરી રહી છે. અમે શ્રદ્ધાળુઓને મોટી સંખ્યામાં આવવા વિનંતી કરીએ છીએ. વહીવટીતંત્ર તેમને શક્ય તેટલી બધી સુવિધા પૂરી પાડશે. યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે”.
આગામી અમરનાથ યાત્રા ૨૦૨૫ દરમિયાન સલામતી સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પ્રયાસ રૂપે, ભારતીય સેના, CRPF , જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સમરોલી, ટોલડી નાલા ખાતે સંયુક્ત મોક લેન્ડસ્લાઈડ કવાયત હાથ ધરવામાં આવી હતી.