Last Updated on by Sampurna Samachar
કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજોમાં મસ્કની એક તસવીર
આ મામલે એલોન મસ્ક શુ પગલાં લેશે તે જોવુ રહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં ટેકનોલોજીના જગતના એલોન મસ્ક તેમના અંગત જીવનને લઇ ચર્ચામાં આવ્યા છે. જેમાં મળી રહેલી માહિતી પ્રમાણે ઈન્ફ્લુએન્સર એશ્લે સેન્ટ ક્લેયરે મેનહટન સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, એલોન મસ્ક તેના પાંચ મહિનાના પુત્રના જૈવિક પિતા છે. તેણે કોર્ટને બાળકની સંપૂર્ણ કસ્ટડી અને મસ્ક સામે પિતૃત્વ પરીક્ષણનો આદેશ માંગ્યો છે.
ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ પ્રમાણે કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજોમાં મસ્કની એક તસવીર પણ છે, જેમાં તે એક નવજાત બાળકને ખોળામાં લેતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મસ્ક અને ક્લેર વચ્ચેની થયેલી કથિત ચેટ પણ દાખલ કરવામાં આવી છે, જેમાં મસ્કે પૂછ્યું હતું કે, શું બાળકના જન્મ પછી બધું બરાબર હતું. અન્ય એક બીજા મેસેજમાં તેણે ક્લેરને કહ્યું કે, તે તેને અને બાળકને જલ્દી જોવા માટે બેતાબ છે.
ક્લેયરે આરોપ લગાવ્યો છે કે, મસ્કે બાળકને માત્ર ત્રણ વાર જોયો છે, અને તેના વિશે કોઈ માહિતી નહોતી માંગી. તેમણે દાવો કર્યો હતો કે, સુરક્ષાના કારણોસર તેમણે બાળકના જન્મ પ્રમાણપત્રમાં પિતાનું નામ ખાલી છોડી દીધું હતું કારણ કે મસ્કે અગાઉ કહ્યું હતું કે તેમને દરરોજ જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે.
એલોન મસ્કને પહેલાથી જ ૧૨ બાળકો છે. તેમની પૂર્વ પત્ની જસ્ટિન વિલ્સનથી પાંચ બાળકો છે, જેમાં જોડિયા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. તેમજ ગાયક ગ્રીમ્સથી તેમને ત્રણ બાળકો છે. કેનેડિયન સાહસ મૂડીવાદી શિવોન ગિલિસ સાથે તેમના ત્રણ બાળકો પણ છે. તેમના બે નામ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ત્રીજાનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.
આ દરમિયાન ગ્રીમ્સે હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મસ્કને તેના બાળકની ગંભીર મેડિકલ સ્થિતિને લઈને સંપર્ક કરવા અપીલ કરી હતી. ગ્રીમ્સનો આરોપ છે કે, મસ્ક તેના શબ્દોને અવગણી રહ્યા છે અને તેણે તેને જાહેર કરવાનો ર્નિણય લીધો છે.
હવે સવાલ એ થાય છે કે, એલોન મસ્ક કોર્ટમાં પોતાના પિતૃત્વને સાબિત કરવા માટે DNA ટેસ્ટ કરાવશે કે પછી આ મામલાને કોઈ સમજાવટથી નિપટાવશે. એશ્લે સેન્ટ ક્લેયરની અરજી પછી હવે બધાની નજર મસ્કનું આગળનું સ્ટેપ શું હશે તેના પર રહેલી છે.