Last Updated on by Sampurna Samachar
ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુ વિરુદ્ધ સુપ્રીમનો તપાસનો આદેશ
કોર્ટે સીબીઆઈને બે અઠવાડિયાની અંદર તપાસ શરૂ કરવા અને ૧૬ સપ્તાહમાં તપાસનો રિપોર્ટ કોર્ટમાં દાખલકરવા કહ્યું છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપ નેતા અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂના પરિવારજનોની કંપનીઓને રાજ્યના સરકારનાકામોના કોન્ટ્રાક્ટ અપાયા હોવાના કથિત મામલે આ સુપ્રીમ કોર્ટમાં સુનવાણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સીબીઆઈને બે અઠવાડિયાની અંદરતપાસ શરૂ કરવા અને ૧૬ સપ્તાહમાં તપાસનો રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવા કહ્યું છે.

ન્યાયાધીશ વિક્રમ નાથની બેંચે સીબીઆઈને આદેશ આપ્યો છે કે, એક જાન્યુઆરી–૨૦૧૫થી ૩૧ડિસેમ્બર–૨૦૨૫ સુધીમાં રાજ્યમાં કેટલાક જાહેર કાર્યો થયા, કેટલા કોન્ટ્રાક્ટ અપાયા અને કોના દ્વારા આદેશઆપ્યા બાદ કામની ફાળવણી કરાઈ સહિતની સીબીઆઈ તપાસ કરે.
તમામ કોન્ટ્રાક્ટનું વિસ્તૃત સોગંદનામું કોર્ટમાં રજૂ
બેંચે એવું પણ કહ્યું છે કે, જ્યારથીઆદેશ અપાયો તે તારીખથી બે અઠવાડિયામાં સીબીઆઈ પ્રારંભિક તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરે અનેકાયદાકીય રીતે આગળ વધે. સુનાવણી દરમિયાન કોર્ટમાં દલીલ કરાઈ છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં મુખ્યમંત્રી ખાંડૂના પરિવારજનો સાથે જોડાયેલી કંપનીઓને લગભગ ૧૨૭૦ કરોડ રૂપિયાના સરકારી કોન્ટ્રાક્ટ અને કામ અપાયા છે.
અરજદાર એનજીઓ ‘સેવ મોન રીજન ફેડરેશન’ અને ‘વૉલન્ટરી અરૂણાચલ સેના’ તરફથી એડવોકેટ પ્રશાંતભૂષણે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાનો ઉલ્લેખ કરીને દલીલ કરી છે કે, રાજ્યમાં ઘણાકોન્ટ્રાક્ટ મુખ્યમંત્રીના પરિવારના સભ્યોની માલિકીવાળી કંપનીઓને અપાયા છે. જો કે રાજ્ય તરફથી હાજર થયેલા વકીલે અગાઉ કહ્યું હતું કે, આ અરજી પ્રાયોજિત કેસ છે.
સુપ્રીમ કોર્ટે અગાઉ બે ડિસેમ્બર–૨૦૨૫માંસુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે અરૂણાચલ પ્રદેશ સરકારને આદેશ આપ્યો હતો કે, સરકાર મુખ્યમંત્રીનાપરિવારજનોની કંપનીઓને અપાયેલાકોન્ટ્રાક્ટ સહિત ૨૦૧૫થી ૨૦૨૫ સુધીમાં અપાયેલા તમામ કોન્ટ્રાક્ટનું વિસ્તૃત સોગંદનામું કોર્ટમાં રજૂ કરે.
આ પીઆઈએલમાં પેમા ખાંડુ, તેમના પિતા દોરજી ખાંડૂના બીજી પત્ની રિંચિન ડ્રેમા અને તેમના ભત્રીજા ત્સેરિંગતાશીને પક્ષકાર બનાવાયા છે. દોરાજી ખાંડૂનું નિધન થયા બાદ પેમા ખાંડુ ૨૦૦૭થી ૨૦૧૧ સુધી રાજ્યનામુખ્યમંત્રી હતા. અરજીમાં દાવો કરાયો છે કે, ડ્રેમાની કંપની બ્રાન્ડ ઈગલ્સ વિવાદમાં હોવા છતાં તેને મોટાપાયેકોન્ટ્રાક્ટ અપાયા. આ કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ ર્નિણય સુરક્ષિત રાખ્યો છેઅને ૧૭ ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવાનો ર્નિણય કર્યો છે.