મિલીભગતથી કૌભાંડ ચાલતું હોવાનો આરોપ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઉત્તર ગુજરાતની મોટી ડેરી પર નકલી દૂધ વેચવાનો આક્ષેપ

નકલી દૂધ મામલે સાબરકાંઠા-અરવલ્લી કોંગ્રેસે ભારે વિરોધ દર્શાવ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સામાન સાબરડેરી છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં ઘેરાઈ છે. ત્યારે આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા સાબર ડેરીના એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

જાેકે સાબરડેરીમાં કોઈપણ પ્રકારનું ભેળસેળયુક્ત દૂધ આવ્યું નહિ હોવાનો હોવાનો સાબર ડેરીના એમડીએ દાવો કર્યો હતો.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની કરોડરજ્જુ સમાન સાબર ડેરીમાં ભેળસેળ યુક્ત દૂધ આવતું હોવાના આક્ષેપો સાથે વિવાદ છેડાયો છે. ત્યારે આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસે સમિતિનું ડેલિગેશન સાબર ડેરીના એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું.

દૂધમાં ભેળસેળ થતી હોવાના આક્ષેપ

જાેકે કોંગ્રેસ આગેવાનો દ્વારા સાબર ડેરી દ્વારા ખરીદવામાં આવતું દૂધમાં ભેળસેળ થતી હોવાના આક્ષેપ સાથે ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. જાેકે આંકડાકીય વિગતો સાથે સાબર ડેરીમાં કેટલું દૂધ સંપાદન કરવામાં આવે છે અને આ વિવાદ છેડાયા બાદ કેટલું દૂધ હાલ સંપાદિત થઈ રહ્યું છે તેના આંકડા પણ માગવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં યોગ્ય જવાબ અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કાયદાકીય પગલા લેવાની પણ વાત કરવામાં આવી છે.

એક તરફ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ દ્વારા સામાન્યરીમાં ચાલતા ભ્રષ્ટાચાર તેમજ ભેળસેળયુક્ત દૂધ બાબતે સવાલો કરતા જશુ પટેલ પર અન્ય એક ડિરેક્ટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાઓ જાેવા મળ્યો હતો.

જાેકે જશુ પટેલ દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ ંપ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નહોતી. સાથે જ આગામી દિવસોમાં અલગ અલગ સ્તરે તેમજ ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવાની વાત કરી હતી.
સાબર ડેરીના એમડી સુભાષ પટેલને સમગ્ર બાબતે પૂછતા તેઓએ લુલ્લો બચાવ કરતા કહ્યું હતું કે, સાબર ડેરીમાં કોઈપણ પ્રકારનો ભેળસેળયુક્ત દૂધ આવતું નથી અને આવું દૂધ આવે તો તો તેને સ્વીકારવામાં પણ આવતું નથી.

અલગ અલગ સેમ્પલિંગ કરી દૂધની ચકાસણી કરવામાં આવતી હોય છે.
જાેકે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે હાલ તપાસ ચાલી રહી છે. મીડિયા સમક્ષ તેનો અહેવાલ રજૂ કરવાની પણ વાત સાંભળીને એમડી દ્વારા કરવામાં આવી હતી. જાેકે હાલ તો સાબર ડેરીના જે સુપરવાઇઝર હતા તેઓની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં તપાસ પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ મીડિયા સમક્ષ રજૂ કરવાની વાત કરી હતી.

સાબર ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધમાં ભેળસેળ થયું હોવાના આક્ષેપો પ્રતિ આક્ષેપો ચાલી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા છે. ત્યારે આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પક્ષના આગેવાનોનું ડેલિગેશન સાબર ડેરીના એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું.

સાબર ડેરીનો જે વિવાદ છે, તે વિવાદ દિવસે દિવસે વધી રહ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે.
સાબર ડેરીના જ ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ દ્વારા પણ સાબર ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોય અને ભેળસેળવાળું દૂધ ખરીદવામાં આવતું હોય અને તેમાં ડિરેક્ટરોની મિલીભગત હોવાના આક્ષેપો જશુ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જાે કે બીજી તરફ સાબર ડેરીના એમડી દ્વારા કમિટી રચી તેની તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે.

તપાસ પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ જાહેર કરવાની વાત કરી હતી. આ તરફ જશુ પટેલે ફરી એક આક્ષેપ કરતાં કહ્યું હતું કે સત્તાધીશો અને કર્મચારીઓની મિલભગતથી જ આ સમગ્ર કૌભાંડ થતું હોય છે અને તપાસ પણ તેવું જ કરતા હોય છે ત્યારે અનેક સવાલો પણ ઉભા થતા હોય છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.