અલ્હાબાદ હાઈકોર્ટના વકીલોનો જસ્ટિસ યશવંત વર્માના ટ્રાન્સફરને લઇ વિરોધ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભ્રષ્ટાચારના આરોપીઓને ન્યાય માટે અહીં મોકલવા તે યોગ્ય નહીં

વકીલોનુ અનિશ્ચિત સમયની હડતાળનું એલાન

(સંપૂર્ણ સમાચાર સેવા)

અલ્હાબાદ હાઈકોર્ટના વકીલોએ જસ્ટિસ યશવંત વર્મા (YASAVANT VERMA) વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. સેંકડો વકીલો જસ્ટિસ યશવંત વર્માનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. ગેટ નંબર ૩ પર પહોંચેલા વકીલોએ અનિશ્ચિત સમયની હડતાળનું એલાન કરી દીધુ છે. અલ્હાબાદ બાર એસોસિએશન ખુલીને મેદાનમાં ઉતરી આવ્યું છે.

વકીલોનું કહેવું છે કે, ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા જજ અમને સ્વીકાર્ય નથી. તેમની માંગ છે કે દિલ્હી હાઈકોર્ટથી તેમનું ટ્રાન્સફર અલ્હાબાદ ન કરવામાં આવે. આ મુદ્દે અલ્હાબાદ બાર એસોસિએશને અગાઉ પણ કહ્યું હતું કે, ‘અલ્હાબાદ હાઈકોર્ટ કોઈ ‘‘કચરાપેટી‘‘ નથી કે ભ્રષ્ટાચારના આરોપીઓને ન્યાય માટે અહીં મોકલી દેવામાં આવે.

દેશભરના હાઈકોર્ટ બાર એસોસિએશનોનું સમર્થન

તાજેતરમાં જ જસ્ટિસ યશવંત વર્માના દિલ્હી સ્થિત ઘરમાં આગ લાગ્યા બાદ કરોડો રૂપિયાની રોકડ બળી જવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ યશવંત વર્મા વિવાદોમાં સપડાઈ ગયા છે. આ વચ્ચે જ બીજા સમાચાર એ આવ્યા કે જસ્ટિસ યશવંત વર્માને દિલ્હીથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.

હવે તેના વિરોધમાં અલ્હાબાદ હાઈકોર્ટના વકીલો એકઠા થયા છે. જસ્ટિસ યશવંત વર્માની બદલીના વિરોધમાં હાઈકોર્ટ બાર એસોસિએશને અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી દીધી છે. આ હડતાળને દેશભરના હાઈકોર્ટ બાર એસોસિએશનોનું સમર્થન પ્રાપ્ત છે.

અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ અનિલ તિવારીએ એક કાર્યકારિણી ઈમરજન્સી બેઠક કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમના ર્નિણય સામે વિરોધ ચાલુ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં અનિલ તિવારીએ એ પણ જણાવ્યું હતું કે, આ મુદ્દે દેશની ૨૨ હાઈકોર્ટને બાર એસોસિએશને સમર્થન પત્ર મોકલ્યો છે.

પણી લડાઈ કોઈ જજ સામે નથી પણ સિસ્ટમ સામે છે. અહીં મહેનતુ ન્યાયાધીશો છે, હવે તેમની છબી જોખમમાં છે.  અલ્હાબાદ હાઈકોર્ટને ‘કચરાપેટી‘ માનવામાં આવી રહી છે. જો કોઈ જજની ભ્રષ્ટાચારના આરોપસર બદલી થઈ રહી હોય, તો તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. ખામીઓને દૂર કરવાના બદલે, જો ખામીઓ ધરાવતા લોકોને અહીં ટ્રાન્સફર કરવામાં આવે તો સિસ્ટમ ખતમ થઈ જશે.

તાજેતરમાં જસ્ટિસ યશવંત વર્માના દિલ્હી સ્થિત સત્તાવાર નિવાસસ્થા પર એક ફાયરફાઈટિંગ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, સૂત્રોના જણાવ્યું કે, આ સમય દરમિયાન જસ્ટિસ વર્મા શહેરની બહાર હતા. આ વચ્ચે તેમના ઘરની બહારથી બળી ગયેલી નોટોના બંડલોની તસવીરો સામે આવી હતી. કાટમાળ પણ બળી ગયેલો મળી આવ્યો હતો. તેમાં બળી ગયેલી નોટો પણ જોવા મળી હતી. આ અગાઉ સુપ્રીમ કોર્ટે ‘કેશ કાંડ‘ અંગે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો.

આ મામલો સામે આવ્યા બાદ અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશને ભ્રષ્ટાચારના આરોપોને લઈને જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની માંગ કરી છે. બાર એસોસિએશને પોતાની જનરલ બોડી મીટિંગમાં ૧૧ ઠરાવો પસાર કર્યા, જેમાંથી મુખ્ય માગ એ હતી કે CBI અને ED ને જસ્ટિસ વર્મા સામે કેસ નોંધવાની મંજૂરી આપવામાં આવે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.