Last Updated on by Sampurna Samachar
હવાઈ મુસાફરો સાવધાન! ૫૦% ફ્લાઇટ્સમાં ટેકનિકલ ખામી
એર ઈન્ડિયાની ૧૬૬ ઉડાનોનું ઓડિટ થયું, જેમાંથી ૧૩૭મા વારંવાર ટેક્નિકલ ખરાબીની સમસ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદીય સમિતિએ કોમર્શિયલ ફ્લાઇટ્સને લઈને ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે ૫૦ ટકા કોમર્શિયલ ફ્લાઇટ્સમાં ટેકનિકલ સમસ્યાઓ છે. પાછલા વર્ષે કરવામાં આવેલા ઓડિટમાં પેનલને જાણવા મળ્યું છે કે ૭૫૪ કોમર્શિયલ ફ્લાઇટ્સમાંથી ૩૭૭ વિમાનોમાં વારંવાર ટેક્નિકલ ખામી જોવા મળી છે.

પેલને જણાવ્યું કે સૌથી વધુ ઓડિટ ઈન્ડિગો એરલાઇનની ફ્લાઇટ્સનું કરવામાં આવ્યું છે અને ટેક્નિકલ ખામી હોય તેવા વિમાનોના લિટ્સમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સૌથી ઉપર છે. ૩ ફેબ્રુઆરી સુધી ઈન્ડિગોની ૪૦૫ ફ્લાઇટ્સનું ઓડિટ થયું, જેમાંથી ૧૪૮મા તકનીકી ખરાબી જો વા મળી છે.
૧૦૧માથી ૫૪ વિમાનોમાં ટેક્નિકલ ખામી
એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ જેવી એરલાયન્સ પણ આ મામલામાં આગળ છે. એર ઈન્ડિયાની ૧૬૬ ઉડાનોનું ઓડિટ થયું, જેમાંથી ૧૩૭મા વારંવાર-ટેક્નિકલ ખામીની સમસ્યા જોવા મળી છે. તો એર ઈન્ડિયા એક્સપ્રેસના ૧૦૧માથી ૫૪ વિમાનોમાં ટેક્નિકલ ખામી હતી.
પાછલા વર્ષે ૧૨ જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના બાદ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ૧-૪ જુલાઈ, ૨૦૨૫ વચ્ચે જે ફ્લાઇટ્નું ઓડિટ કર્યું હતું, તેનો ઉલ્લેખ આ રિપોર્ટમાં છે. રિપોર્ટમાં બોઇંગ ૭૮૭ અને ૭૭૭ ફ્લાઇટ્સના પાયલટોની ટ્રેનિંગમાં વારંવાર થતી સમસ્યાનો પણ ઉલ્લેખ છે.
આ સિવાય ઓછામાં ઓછી ચાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં પર્યાપ્ત કેબીન-ક્રૂ નહોતા. સાથે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેડના ઉલ્લંઘનને લઈને રિપોર્ટ્સમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
પેનલે એરલાયન્સ વિરુદ્ધ કરવામાં આવેલી નિયામક કાર્યવાહીઓ પર પણ પ્રકાશ પાડ્યો, જેમાં એર ઈન્ડિયાને સુરક્ષા નિયમો માટે ડીજીસીએ તરફથી મોકલવામાં આવેલી નવ કારણ દર્શાવો નોટિસ સામેલ છે. આ સિવાય ૨૦૨૫ના અંત સુધી એરલાયન્સને ૧૯ નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં ફ્લાઇટ ડ્યુટીના નિયમોનું ઉલ્લંઘન, કોકપિટમાં ગેરકાયદેસર પ્રવેશ, એક્સપાયર્ડ ઇમરજન્સી સાધનોની સાથે વિમાનનો ઉપયોગ સામેલ છે.
રિપોર્ટ્સમાં ડીજીસીએમાં ખાલી પડેલી ૪૮.૩ ટકા જગ્યા તરફ ઈશારો કરતા એવિએશન સેક્ટરની કેપિસિટીને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર સ્ટાફની છતને કારણે ઝડપથી વધતા એવિએશન સેક્ટરનું સર્વેલાન્સ કરવાની રેગુલેટરની ક્ષમતા પર સવાલ ઉભા થાય છે.
રિપોર્ટમાં આ ખામીઓ પર ધ્યાન અપાવતા તત્કાલ સુધારાની સલાહ આપવામાં આવી છે. પેનલે વ્યવસ્થાગત ખામીઓ દૂર કરવા, યાત્રીકોની સુરક્ષાની ખાતરી કરવા માટે તેણે કડક અમલીકરણ, સુધારેલ દેખરેખ પદ્ધતિઓ અને સંસ્થાકીય ક્ષમતામાં સુધારો કરવાની હાકલ કરી છે.