Last Updated on by Sampurna Samachar
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે ૮ લોકોએ નમાઝ પઢતા વિવાદ
જાહેર બાગ-બગીચા કે ST સ્ટેન્ડ પર નમાઝ પઢવાની ઘટનાઓ સામે આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જાહેરમાં કેટલાક લોકો નમાઝ પઢવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આ ઘટના વહેલી સવારે અંદાજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હોવાનું સામે આવ્યું છે, જેમાં હજારો લોકોની અવરજવર હોય તેવી જગ્યાએ નમાઝ પઢવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, એક મુસાફરે આ સમગ્ર દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મુસાફરો દ્વારા બોર્ડિંગ પાસ મેળવ્યા બાદ અને ફ્લાઈટમાં બેસવા જતી વખતે નમાઝ પઢવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, આ પહેલાં પણ અમદાવાદમાં સહિત અને જિલ્લામાં જાહેર બાગ-બગીચા કે ST સ્ટેન્ડ પર નમાઝ પઢવાની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ હવે એરપોર્ટ જેવી અત્યંત સુરક્ષિત ગણાતી જગ્યાએ પણ આવો જ કિસ્સો જોવા મળ્યો છે.
કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી
એરપોર્ટ પર સુરક્ષામાં તહેનાત CISFને પણ આ અંગે જાણ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં આઠથી વધુ લોકો નમાઝ પઢતો હોવાનું નજરે પડી રહ્યો છે. આ મામલે અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થઈ છે કે કેમ તેની વિગતો હજુ સામે આવી નથી.
કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થઈ છે કે કેમ તેની વિગતો હજુ સામે આવી નથી.