ગુજરાતમાં પહેલીવાર તાપીમાં અંબિકા નદી પર એર ફિલ્ડ રબર ડેમ બનશે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

૫૦ ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ સારી રીતે કામ કરી શકે

(સંપૂર્ણ સમાચાર સેવા)

દેશમાં બીજો અને ગુજરાતનો પહેલો એર ફિલ્ડ રબર ડેમ તાપી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી પર બનવા જઈ રહ્યો છે. જેનું ખાતમુહૂર્ત મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે ધારાસભ્ય મોહન કોંકણી, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ સૂરજ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામેથી પસાર થતી અંબિકા નદી ઉપર ૭૯.૯૨ કરોડના ખર્ચે બનવા જઈ રહેલા ‘એર ફિલ્ડ રબર ડેમ‘નું ખાતમુહૂર્ત નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકો કે જેમાં વરસાદ તો ખુબ જ પડે, પરંતુ પાણી વહી જતા અહીંની જનતાએ સિંચાઈ તેમજ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.

ડેમની ડિઝાઇન ૩૦ વર્ષની હોય છે

સરકાર દ્વારા બનવા જઈ રહેલા ગુજરાતના સૌપ્રથમ રબર ડેમનું ખાતમુહૂર્ત કરાયું હતું.. ૭૯.૯૨ કરોડના ખર્ચે અંબિકા નદી પર બનવા જઈ રહેલા એર ફિલ્ડ રબર ડેમની લંબાઈ ૩૮૬ મીટર જેટલી રહેશે. જ્યારે તેમાં ૩.૫૦ એમસીએમ પાણીના જથ્થાનો સંગ્રહ કરી શકાશે અને ૬૫૦ હેકટર જમીનને સિંચાઈનું પાણી મળી શકશે.

ત્યારે આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ થવાથી કુવા અને બોરના પાણીના સ્તર ઊંચા આવશે. રબર ડેમ કે જેને હવા ભરેલા ડેમ પણ કહેવામાં આવે છે. સ્ટીલ ગેટેડ એર ફિલ્ડ રબર ડેમના નિર્માણમાં એક ખાસ પ્રકારના કુત્રિમ રબરનો ઉપયોગ કરવામાં આવે છે. જે કોંક્રિટના બનેલા બેઝ સાથે જોડાયેલું હોય છે.

નદીમાં વધારે પાણીનો પ્રવાહ આવતાની સાથે જ ડેમ નીચે જતો રહે છે અને ફોર્સમાં આવતું પાણી અને કાંપ નીકળી જાય છે અને પાણીનો પ્રવાહ ઓછો થતાં જ તે મૂળ સ્વરૂપમાં આવી જઈને પાણીનો સંગ્રહ કરે છે. આ ડેમ ૫૦ ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ સારી રીતે કામ કરી શકે છે. તેની ડિઝાઈન લાઈફ ૩૦ વર્ષની હોય છે. જેનું સ્ટીલ ગેટેડ વિયર કરતા મેઈન્ટનન્સ ઘણું ઓછું હોય છે. મંત્રી બાવળિયાના તાપી જિલ્લાના પ્રવાસ દરમ્યાન ડોલવણ ઉપરાંત સોનગઢ અને નિઝર તાલુકામાં પણ અનેક પ્રકલ્પોના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરાવા જઈ રહ્યા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.