Last Updated on by Sampurna Samachar
એરક્રાફ્ટના એન્જિનમાં કોઈ ખામી થઈ હોવાનું સામે આવ્યું
રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન પાંચ લોકોના મોત થયાની પુષ્ટિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મેક્સિકોમાં એરક્રાફ્ટ ક્રેશ થવાની ગંભીર દુર્ઘટના સામે આવી છે. રિપોર્ટ મુજબ નેવીનું મેડિકલ વિમાન ક્રેશ થયું હતુ જેમાં દર્દી સહિત પાંચ લોકોના મોત થયા હોવાની માહિતી છે. આ એરક્રાફ્ટ મેડિકલ મિશન માટે જઈ રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે.

એરક્રાફ્ટ અમેરિકાના ટેક્સાસ રાજ્યના ગેલ્વેસ્ટનના કૉજવેના બેઝ પાસે ક્રેશ થયું હોવાની માહિતી મળતા જ નેવીની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન પાંચ લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે. પ્રાથમિક તપાસ મુજબ એરક્રાફ્ટના એન્જિનમાં કોઈ ખામી થઈ હોવાનું સામે આવ્યું છે.
અગાઉ ૧૬ ડિસેમ્બરના રોજ વિમાન દુર્ઘટના થયેલી
નેવીના એક અધિકારીએ કહ્યું કે, ગેલ્વેસ્ટન હ્યૂસ્ટનથી લગભગ ૮૦ કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. અગાઉ પણ મેક્સિકોમાં આવી દુર્ઘટના થઈ ચુકી છે. ઘટનાની જાણ થતાં જ મરજીવાની ટીમ, ક્રાઈમ સીન યુનિટ, ડ્રોન યુનિટ અને પેટ્રોલિંગ ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે. ઘટનાસ્થળને ઘેરી લઈને તપાસ પણ શરૂ કરી દેવાઈ છે.
મેક્સિકો નેવીએ કહ્યું કે, એરક્રાફ્ટ ક્રેશ થયા બાદ ઈમરજન્સી પ્રોટોકૉલ લાગુ કરી દેવાયો છે. અગાઉ ૧૬ ડિસેમ્બરના રોજ વિમાન દુર્ઘટના બની હતી. એક પ્રાઈવેટ જેટ ઈમરજન્સી લેન્ડિંગ વખતે બિલ્ડિંગ સાથે અથડાયું હતું. ત્યારબાદ વિમાનમાં આગ લાગી હતી અને ટુકડા થઈ ગયા હતા. આ ઘટનામાં સાત લોકોના મોત થયા હતા. જ્યારે લગભગ ૧૩૦ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.