Last Updated on by Sampurna Samachar
Contents
અમદાવાદ ટ્રાફિક પોલીસે હાઇકોર્ટમાં રજૂ કર્યા આંકડા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં ૧ જાન્યુઆરી થી ૩ ફેબ્રુઆરી સુધીમાં ટ્રાફિક પોલીસે ૩૫૩૦૧૨ કેસ કરી અધધધ દંડ વસૂલ્યો છે. મહત્વનું છે કે આ દરમ્યાન CCTV ની મદદથી ૨૩૭૭૯૧ ચલણ ઈશ્યું કરાયા છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરેલા આંકડા મુજબ, ૧ જાન્યુઆરી થી ૩ ફેબ્રુઆરી સુધીમાં ૩,૫૩,૦૧૨ કેસ કરવામાં આવ્યા છે અને રૂ. ૨૨ કરોડ ૮૧ લાખ ૨૪ હજાર ૯૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો છે.

દંડના મુખ્ય કેસો
- હેલ્મેટ ન પહેરવાઃ ૨,૪૭,૨૩૮ કેસ, દંડ – ૧૨.૩૬ કરોડ
- નો પાર્કિંગઃ ૪૬,૮૭૪ કેસ, દંડ – ૨ કરોડ ૬૯ લાખ ૬૫ હજાર
- ઓવર સ્પીડઃ ૧૦,૩૯૧ કેસ, દંડ – ૨ કરોડ ૩૪ લાખ ૭૯ હજાર
- રોંગ સાઇડ ડ્રાઇવિંગઃ ૨૨,૯૩૦ કેસ, દંડ – ૩ કરોડ ૮૮ લાખ ૮૯ હજાર
CCTV ચલણ વિગતો
CCTV ની મદદથી ૨,૩૭,૭૯૧ ચલણ ઈશ્યું કરાયા, ૮,૭૬૫ ચલણ કોર્ટમાં રદ્દ કરાયા અને રૂ. ૬૦ લાખનું કલેક્શન થયું.
અન્ય મહત્વના દંડ કેસ
- સીટ બેલ્ટઃ ૭,૬૯૧ કેસ, દંડ – ૩૮.૪૫ લાખ
- વાહન ચલાવવા સમયે મોબાઈલ વપરાશઃ ૧,૭૨૫ કેસ, દંડ – ૮.૭૪ લાખ
- ત્રણ સવારીઃ ૬,૭૧૯ કેસ, દંડ – ૬.૭૧ લાખ
- ઓટો રિક્ષા ડ્રાઇવર સીટ પર મુસાફર બેસાડવોઃ ૧,૭૮૪ કેસ, દંડ – ૧૦.૨૯ લાખ
- ડાર્ક ફિલ્મઃ ૧,૫૧૪ કેસ, દંડ – ૮.૬૧ લાખ
- સિગ્નલ ભંગઃ ૫,૩૦૭ કેસ, દંડ – ૩૬.૯૬ લાખ
વર્ષ ૨૦૨૪ના કુલ કેસ
ટ્રાફિક પોલીસે ૨૦૨૪માં કુલ ૧૮,૬૪,૪૦૯ કેસ કરી, રૂ. ૧૨૬ કરોડ ૭૨ લાખ ૧૩ હજાર ૨૦૦ નો દંડ વસૂલ્યો.
- હેલ્મેટઃ ૧૦,૦૬,૦૭૨ કેસ, દંડ – ૫૦.૩૦ કરોડ
- નો પાર્કિંગઃ ૨,૫૨,૪૩૪ કેસ, દંડ – ૧૩.૭૨ કરોડ
- ઝ્રઝ્ર્ફ દ્વારા ૯,૫૧,૮૬૭ ચલણ ઇશ્યુ, ૧,૦૪,૧૪૭ ચલણ કોર્ટમાંથી રદ્દ
- કોર્ટમાં રદ્દ થયેલા ચલણ માટે ૮.૬૮ કરોડનું કલેક્શન