HMPV વાઇરસને લઇ તંત્ર એલર્ટ મોડ પર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીન બાદ ભારતમાં પણ HMPV (હ્યુમન મેટાન્યૂમો વાઈરસ) ફેલાઈ રહ્યો છે, ગુજરાતમાંથી પણ એક પછી એક કેસ સામે આવતાં લોકો ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ત્યારે સિવિલ હોસિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ અમદાવાદની કેટલીક શાળાઓમાં સેફ્ટીના ભાગરૂપે ગાઇડલાઇન તૈયાર કરી માસ્ક ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. જો વિદ્યાર્થીઓમાં શરદી-ખાંસીના લક્ષણો દેખાય તો વાલીઓને શાળાએ ન મોકલવા વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઇ સત્તાવાર ગાઇડનલાઇન જાહેર કરવામાં આવી નથી. કોરોના બાદ વધુ એક વાયરસે ચીનમાંથી ભારતમાં એન્ટ્રી કરી છે. બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુ અને ગુજરાતમાંથી કેસ સામે આવ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ વાઈરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂરી છે. ત્યારે અમદાવાદની કેટલીક શાળાઓમાં સાવચેતીના ભાગરૂપે જાતે જ ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્કની અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત વાલીઓને સૂચના આપવામાં આવી છે કે જો તમારા બાળકને શરદી-ખાંસીના લક્ષણો જણાય શાળાએ મોકલવા નહી. જેથી અન્ય બાળકોને ચેપ લાગે નહી. એટલું જ નહી સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને શરદી-ખાંસીના લક્ષણો જોવા મળે તો તેમને ઘરે મોકલી દેવામાં આવે છે.