Last Updated on by Sampurna Samachar
વાહન ન આવડે તો ૧૭ હજારમાં લાયસન્સ અપાવવાની આપે છે ખાતરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ RTO ના અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવે છે કે RTO માં એજન્ટ પ્રથા ચાલતી જ નથી. પરંતુ, RTO ની બહાર જ એજન્ટ લાયસન્સ ઇસ્યુ કરાવતી બીજી ઓફિસ ધરાવે છે. પરંતુ, એેજન્ટોની ઓફિસ સિનિયર અધિકારીઓની સુચનાથી ચલાવવામાં આવે છે. જેમાં કોઇને વાહન ન આવડતુ હોય તો પણ પાકુ લાયસન્સ માત્ર ૧૭ હજારમાં અને જો વાહન આવડતુ હોય તો લાયસન્સ સાડા સાત હજારમાં જ અપાવવાની ખાતરી આપવામાં આવે છે. જો કે તેમ છતાંય, RTO ના અધિકારીઓના દાવા છે કે એજન્ટ પ્રથા નાબુદ છે.
RTO અમદાવાદમાં કાયદેસર રીતે લાયસન્સ કઢાવવા માટે નિયમોનું પાલન કરવાનું અને ડ્રાઇવીંગ ટ્રેક પર ટેસ્ટ આપવાની હોય છે. પરંતુ, આ નિયમ RTO એ નક્કી કરેલા હોય તે મુજબ થતા હોય છે. પરંતુ, અમદાવાદ RTO ની બહાર એજન્ટોનુ રાજ ચાલે છે. જે કોઇપણ વ્યક્તિને લાયસન્સ અપાવવાની તાકાત રાખે છે. જે RTO ના અધિકારીઓની સુચના મુજબ કામ કરે છે.
એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં સુભાષબ્રીજ RTO કચેરી બહાર એક એજન્ટ એક વ્યક્તિને સાડા સાત હજારમાં જ લાયસન્સ અપાવવાની ખાતરી આપે છે. જેમાં બે હજાર રૂપિયા લઇને બે દિવસમાં કાચુ લાયસન્સ આપી દેવાની અને તે પછી દોઢ મહિનામાં પાકુ લાયસન્સ અપાવી દેશે. આ માટે ખાલી વાહનના સ્ટીયરીંગ પર બેસવાનું રહે છે. આ લાયસન્સ વસ્ત્રાલ કે અન્ય RTO માં તૈયાર કરી આપશે.
જ્યારે આ એજન્ટ તે વ્યક્તિની પત્નીને કોઇ વાહન ન આવડતુ હોય તો પણ તેને માત્ર ૧૭ હજારમાં ડ્રાઇવીગ લાયસન્સ કોઇ પણ ટેસ્ટ અપાવવાની ખાતરી આપે છે. આ એજન્ટની સાથે એક મહિલા એજન્ટ પણ ત્યાં જોવા મળી હતી. આમ, RTO માં એજન્ટ પ્રથા ન હોવાના દાવા ફરી નિષ્ફળ ગયા છે.