ટ્રાફિકનાં નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકો સામેની કાર્યવાહીથી થયો ફાયદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં વધતા જતા અકસ્માતનાં બનાવોને લઈ પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવાનું શરૂ કર્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરતા આરટીઓને આવક થવા પામી છે. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા આરટીઓને ૧૧ દિવસમાં ૨૬૦૦ લોકોએ દંડ ભર્યો હતો. ૨૬૦૦ લોકોએ ૯૯ લાખ ઉપરનો દંડ ભર્યો હતો.
બીજી તરફ ૧૦૦ જેટલા લોકોનાં તમામ પુરાવા મળતા કોઈ દંડ કરાયો ન હતો.અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિકનાં નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસ દ્વારા રાત્રી દરમ્યાન વાહન ચેકીંગ પણ હાથ ધરવામાં આવે છે. ૨૬૦૦ દંડ ભરનારા વાહન ચાલકોમાં ૮૦ ટકા વાહન ચાલકો ટુ વ્હીલર ચાલક છે. તેમજ મોટા ભાગનાં લોકો હેલ્મેટ વગરનાં કેસનાં મેમો આપવામાં આવ્યા હતા.
આંકડાકીય વાત કરીએ તો, છેલ્લા ૩ મહિનામાં પોલીસ ખાતા તરફથી ૩ હજાર અરજીઓ મોકલવામાં આવી છે. જેમાંથી ૧૩૦૦ જેટલી અરજીઓ અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં મોકલાઈ છે. આ અરજીઓમાંથી સૌથી વધુ કેસ હેલમેટ ન પહેરનાર વાહન ચાલકો માટેની છે. આરટીઓ કચેરીના અધિકારીએ જણાવ્યું કે વાહન ચાલકને પહેલા તેના ઘરે નોટિસ મોકલવામાં આવે છે. અને આરટીઓ તરફથી ૭ દિવસમાં ખુલાસો માગવામાં આવે છે. ત્યારબાદ ૩ મહિના સુધી લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.
વર્ષ ૨૦૨૩માં સુભાષબ્રિજ આરટીઓ કચેરીએ ૭૦૦ જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા. જેની સરખામણીએ ચાલુ વર્ષે માત્ર ૩ મહિનામાં ૧૩૦૦ અરજી મળી છે. જે મોટો આંકડો છે. આ આંકડો દર્શાવે છે કે શહેરમાં ટ્રાફિક નિયમોને પાળનાર કરતા ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.