Last Updated on by Sampurna Samachar
શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતની શાનદાર જીત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ત્રીજી વનડેમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું છે . ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં ૧૪૨ રનથી જીત મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડને ૩૫૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૩૫૬ રન બનાવ્યા હતા.
ભારત તરફથી શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. શુભમન ગિલે ૧૦૨ બોલમાં ૧૧૨ રન બનાવ્યા હતા. આ ઉપરાંત શ્રેયસ ઐયરે ૬૪ બોલમાં ૭૮ રન બનાવ્યા હતા. જયારે વિરાટ કોહલીએ ૫૫ બોલમાં ૫૨ રનની સારી ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડના સ્પીનર બોલર આદિલ રાશિદે ભારતની ૪ વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમની શરુઆત સારી રહી હતી. જોકે, કેપ્ટન રોહિત શર્મા માત્ર બે બોલ રમીને એક બોલમાં આઉટ થઇ ગયો હતો.
ત્યાર બાદ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ઇનિંગને સંભાળતા મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. બંને ખેલાડીઓએ બીજી વિકેટ માટે ૧૦૭ બોલમાં ૧૧૬ રન કર્યા હતા. ત્યારબાદ ગિલ અને શ્રેયસ અય્યર વચ્ચે ૯૩ બોલમાં ૧૦૪ ની ભાગીદારી થઇ હતી. કેએલ રાહુલે ૨૯ બોલમાં ૪૦ રન બનાવ્યા હતા. ભારતીય ટીમ ૫૦ ઓવરમાં ૩૫૬ રન બનાવવામાં સફળ રહી હતી.