Last Updated on by Sampurna Samachar
જુઓ શહેરમાં કઇ જગ્યાએ કઇ સુવિધા મળશે …
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૨૫-૨૬ નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરે ૧૪,૦૦૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર કર્યું છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટ કરતા ૩,૨૦૦ કરોડનો વધારો દર્શાવે છે.

બજેટની મુખ્ય જોગવાઈઓઃ
શહેરના રોડઃ ૫૧ રોડ ૨૨૭ કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે, જ્યારે ૧૦૮ રોડ ડસ્ટ ફ્રી રોડ બનાવવામાં આવશે.
ટ્રાફિકઃ શહેરમાં ૧૦૦ નવા ટ્રાફિક જંક્શન બનશે.
માર્કેટઃ CG રોડ મ્યુનિસિપલ માર્કેટનું રિડેવલપમેન્ટ થશે.
વિકાસઃ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદ ૨૦૪૭ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ગાર્ડનઃ શહેરમાં નવા ૨૨ ગાર્ડન બનાવવામાં આવશે.
સેલની સ્થાપનાઃ AI સેલ અને GIS અને MIS સેલની સ્થાપના થશે.
ભદ્ર પ્લાઝાઃ ભદ્ર પ્લાઝાને ફરીથી રિડેવલપમેન્ટ કરવા ? ૧૦ કરોડનો ખર્ચ કરાશે.
હેલ્થઃ હેલ્થ રેકોર્ડનું ડિજિટલાઈઝેશન કરવામાં આવશે.
ફાયર સ્ટેશનઃ શહેરમાં ૩ નવા ફાયર સ્ટેશન બનશે (લાંભા, રામોલ-હાથીજણ, શાહીબાગ).
અર્બન હેલ્થ સેન્ટરઃ નવા ૫ અર્બન હેલ્થ સેન્ટર બનશે.
SVP હોસ્પિટલઃ SVP હોસ્પિટલ ખાતે સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર શરૂ કરાશે.
માળખાગત સુવિધાઃ માળખાગત સુવિધા માટે ૧૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે ૫૩% નો વધારો દર્શાવે છે.
રિવરફ્રન્ટઃ રિવરફ્રન્ટ ફેઝ ૩ અંતર્ગત ઇન્દિરા બ્રિજથી નર્મદા મેઈન કેનાલ સુધીના વિસ્તારને વિકસાવવા ૧૦૦૦ કરોડની ફાળવણી.
કાંકરિયાઃ કાંકરિયા પરિસરમાં નવી બે ટોય ટ્રેન ખરીદવામાં આવશે, મ્યુઝિકલ ફાઉન્ટેન અને લાઈટ એન્ડ શોનું આધુનિકરણ થશે, અને કિડ સિટીનું આધુનિકરણ થશે.
બ્રિજઃ ચાર નવા રેલવે બ્રિજ બનાવવાનું આયોજન છે.
SHE લોન્જઃ મહિલાઓ માટે દરેક વોર્ડમાં SHE લોન્જ બનશે.
BRTS : BRTS ફીડર રૂટમાં પિંક રિક્ષા મૂકવાનું આયોજન છે.
બ્યુટીફિકેશનઃ પરિમલ, ઉસ્માનપૂરા અને ઈનકમ ટેક્સ અંડરપાસમાં બ્યુટીફિકેશન કરાશે.
ટિકિટ પાસઃ ડેઇલી ટિકિટ પાસ મોબાઈલ એપથી મળશે.
કડિયા નાકું: આગામી વર્ષમાં અખબારનગર સર્કલ પાસે, વાસણા, ચાંદખેડા સહિતના વિસ્તારમાં કડિયા નાકું બનશે.
આવાસઃ ૧૫૦૦૦ નવા સરકારી આવાસ બનાવવામાં આવશે. નવરંગપુરા માર્કેટઃ નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટને ૪ કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે.
વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટઃ જાસપુર ખાતે ૪૦૦ MLD નો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરાશે.
ટ્રાફિક જંકશનઃ શહેરમાં નવા ૧૦૦ ટ્રાફિક જંકશન બનશે.
AMTS : AMTS ની ૧૨૦ નવી બસો ઉમેરવામાં આવશે.
મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબઃ RTO ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે.
UHC : હયાત ૯૫ અર્બન હેલ્થ સેન્ટર સાથે નવા ૫ UHC બનાવવામાં આવશે.
આઈકોનિક રોડઃ હાંસોલથી ઇન્દિરા બ્રિજ બાદ ૪૧૮ કરોડના ખર્ચે સાત આઈકોનિક રોડ બનાવવામાં આવશે.
સીટી સ્કવેર ટાવરઃ ૪૭૦ કરોડના ખર્ચે સિંધુ ભવન ખાતે સીટી સ્કવેર ટાવર ઉભું કરાશે.